તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં મેઘ વિરામ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં 12 ઇંચ વરસાદની ઘટ
  • ગોહિલવાડ પંથકમાં ધોધમાર સાર્વત્રિક વરસાદની તાતી જરૂરિયાત, વરસાદમાં 50 ટકાની હજી ઘટ

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર ગોહિલવાડ પંથકમાં એક પણ તાલુકામાં વરસાદ ન વરસતા લોકો નિરાશ થયા હતા. હજી ભાવનગર જિલ્લામાં સિઝનનો 100 ટકા વરસાદ થવામાં અડધો અડધ વરસાદની ઘટ રહી ગઇ છે ત્યારે ધોધમાર અને સાર્વત્રિક વરસાદ વરસે તેની તાતી જરૂર છે. ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 595 મી.મી. છે અને તેની સામે આજ સાંજ સુધીમાં 293 મી.મી. એટલે કે સિઝનનો કુલ 50.22 ટકા વરસાદ વરસી ગયો છે એટલે કે હજી સિઝનના 100 ટકા વરસાદને આડે 302 મી.મી. વરસાદની ઘટ છે.

આજે ભાવનગર શહેરમાં આખો દિવસ ટીપુય વરસાદ પડ્યો ન હતો ભારે વરસાદની આશા રાખતા નગરજનો નિરાશ થયા હતા. શહેરમાં સિઝનનો કુલ વરસાદ 340 મી.મી .થયો છે જે સિઝનના શહેરના કુલ વરસાદ 689 મી.મી.ના 49.32 ટકા થાય છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં 476 મી.મી. એટલે કે 19 ઇંચ વરસી ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ સિહોરમાં માત્ર 171 મી.મી. એટલે કે આ ચોમાસામાં પૂરો 7 ઇંચ પણ વરસાદ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...