વિશેષ:6.5 કરોડના ખર્ચે સર્કિટ હાઉસના વિસ્તરણનું ખાતમુહૂર્ત

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાયુ, દિવાળી સુધી પ્રજાજનને વિનામૂલ્યે અનાજ મળે તેની વ્યવસ્થા
  • ભાવનગરમાં નવા સર્કિટ હાઉસની માંગ પૂર્ણ થઇ : જીતુભાઇ

ભાવનગરના વાઘાવાડી રોડ સ્થિત જૂના સર્કીટ હાઉસની બાજુમાં જ રૂ.6.50 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થયુ હતુ આ અવસરે તેઓએ જણાવ્યું કે, સેવા અને સમર્પણ ભાવથી જનતાની સેવામાં અમે રત છીએ. અમે સૌના સાથ - સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે આગળ વધનારા લોકો છીએ તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી કાર્ય પદ્ધતિ પારદર્શક છે. પ્રજાજનોને તેમના પ્રશ્નો - સમસ્યાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે જવાબદારીથી દાયિત્વ નિભાવીશુ તેઓ વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

દિવાળી સુધી પ્રજાજનને વિનામૂલ્યે અનાજ મળે તેની વ્યવસ્થા કરી છે. કોરોનામાં લોકોની રોજગારી ન છૂટે તે માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. આઝાદીના અમૃત મહોત્સવની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ.ત્યારે સ્વચ્છતા, ગેસ - વીજળી કનેક્શન, શૌચાલય વગેરે જેવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને પ્રજાની સેવા કરી છે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે તેમનાં વિડીયો સંદેશમાં જણાવ્યું કે, રાજ્યમાં જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાઓ ઊભી થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તે અંતર્ગત આજે એક સાથે અનેક લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થવા જઈ રહ્યાં છે તે આનંદની વાત છે.ઘણા સમયથી નવું સર્કિટ હાઉસ બનાવવા માટેની માગણી હતી તે આજે પૂરી થવા જઈ રહી છે.

વિસ્તરણ પામનારા અતિથિગૃહની વિશેષતાઓ
>આ બિલ્ડિંગ રૂ.6.5 કરોડના ખર્ચે તૈયાર થશે.અત્યારે વર્તમાન હયાત 17 રૂમ સાથેનું સરકારી અતિથિગૃહ આવેલું છે.જેની બાજુમાં જ ગ્રાઉન્ડ પ્લસ બે માળનું અદ્યતન સર્કિટ હાઉસનું નિર્માણ થશે.
>33 જનરલ ડિલક્ષ રૂમ, આ ઉપરાંત 6 વી.વી.આઇ.પી. રૂમ અને 6 રૂમ વી.આઇ.પી.રહેશે. કુલ 50 રૂમ સાથે નવા સર્કિટ હાઉસમાં આ ઉપરાંત મીટીંગ હોલ, ડાઇનિંગ હોલ વગેરે પણ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...