તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ કાર્ય શરૂ:ધો.6થી 8ના 1.20 લાખ વિદ્યાર્થીઓ માટે ગુરૂવારથી વર્ગ શિક્ષણનો પ્રારંભ

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા ચાલુ રહેશે
 • 1050થી વધુ પ્રાથમિક શાળાઓમાં 11 માસ બાદ વર્ગ શિક્ષણનો પુન: આરંભ થશે

કોરોનાની સ્થિતિમાં સુધારો થયા બાદ ગત તા.11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરાયા, ધો. 9 અને 11ના વર્ગખંડો તા. 1લી ફેબ્રુઆરીથી, તા. 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો તેમજ ધો. 9થી ધો.12માં વર્ગખંડમાં હાજરી 72 ટકા થઇ ગયા બાદ હવે તા.18 ફેબ્રુઆરીને ગુરૂવારથી 11 માસના લાંબા સમયગાળા બાદ ધો.6થી ધો.8નું વર્ગ શિક્ષણ કાર્ય શરૂ થતા ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી 1050થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ભણતા 1.20 લાખ વિદ્યાર્થીઓ શાળાએ આવતા પરિસરો ગુંજતા થશે.

જો કે હજી શાળાએ આવવું ફરજિયાત ન હોય શાળાઓને ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવા શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવાયું છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ અને શિક્ષણ વિભાગની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે

તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ વિનોદ રાવે ઉમેર્યું હતું. કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો