એજ્યુકેશન:ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ મેથ્સ સ્ટાન્ડર્ડ કે બેઝિક મેથ્સ પસંદ કરી શકશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો
  • ​​​​​​​ધો.10માં બેઝિક મેથ્સ સાથે પાસ ​​​​​​​થનારા વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં ગ્રૂપ-એ, એબી પસંદ કરી શકશે નહીં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે ધોરણ 10ના સ્ટાન્ડર્ડ મેથ્સમાંથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષાનાં ફોર્મ ભરતા સમયે મેથ્સની પસંદગીમાં ફેરફાર કરીને બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કરી શકશે, પરંતુ ધો.10માં બેઝિક મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં ગ્રૂપ-એ, એબી પસંદ કરી શકશે નહીં, પરંતુ જો પસંદગીના આધારે એકવાર હોલ ટિકિટ ઇશ્યૂ થઈ ગયા બાદ તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. આથી બોર્ડે સ્કૂલ સંચાલકો, આચાર્ય અને વાલીઓને ખાસ ગણિતની પસંદગી સમયે પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપી છે.

ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે જે મુજબ ધો.10માં માર્ચ-2022 કે અગાઉના વર્ષોમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા હોય અને ચાલુ વર્ષે માર્ચ-2023માં સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિતની પરીક્ષા રિપીટર વિદ્યાર્થી તરીકે આપવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારો હાલ ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી ધો.10માં બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે. આ માટે વિદ્યાર્થીઓને પણ શાળાઓએ જાણકારી આપવાની રહેશે.

2021માં બે વિકલ્પ છતાં 2 લાખ નાપાસ!
ગણિત વિષયમાં ફેલ થતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે શિક્ષણ બોર્ડે વર્ષ 2021-22ના વર્ષથી ગણિતમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા. એક બેઝિક ગણિત અને બીજું સ્ટાન્ડર્ડ ગણિત. બોર્ડે સરળ અને અઘરું ગણિતના વિકલ્પ આપતાં જ ધો. 10ના મોટાભાગના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત જ રાખ્યું પરંતુ છતાં ધો. 10ના પરિણામમાં 30% એટલે કે 2,01,548 વિદ્યાર્થી બેઝિક ગણિતમાં પણ ફેલ થયા. શિક્ષણ બોર્ડે ફોર્મ્યુલા બદલી છતાં આ સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...