તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:232 માસક્ષમણનો શહેરમાં વિક્રમ : આજે બહુમાન કરાશે

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપના આગેવાનો, જીતુભાઈ વાઘાણી, મેયર તેમજ જૈન સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ દાદાસાહેબ જૈન દેરાસરમાં પરમ પૂજય આચાર્ય ભગવંત વિજય રત્નચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ (ડહેલા વાળા), અાચાર્ય ભગવંત વિજય ઉદયરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદી 16 ઠાણા તેમની નિશ્રામાં ઘરે ઘરે માસક્ષમણમાં 9 વર્ષની બાલ તપસ્વી દ્રષ્ટિથી લઇને 78 વર્ષના કમલેશભાઇ શાહ સહિત 232 આરાધકોના ભાવનગરની ધન્ય ધરા પરા ઐતિહાસિક માસક્ષમણ પારણા રવિવારે દાદાસાહેબ ખાતે ગુરૂભગવંતો અને જૈન અગ્રણીઓની હાજરીમાં સંપન્ન થયા.

આ આયોજન 8 જેટલી જગ્યાઅે કરાયું હતું. આમંત્રિત મહેમાનોની નવકારશી વાસંતીબેન હિંમતલાલ જેન્તીલાલ મોદી પરિવાર, સકલ સંઘનુ સ્વામી વાત્સલ્ય રસીલાબેન ધીરજલાલ નાગરદાસ ગાંધી તરફથી રાખવામાં આવેલ. માસક્ષમણના પંચાન્હિકા મહોત્સવના પાંચમાં દિવસે તા.30/8ને સોમવારે સવારે 8.30 કલાકે માસક્ષમણના તપસ્વિઓનું તિલક, શ્રીફળ, માળા, સાલ, મોમેન્ટો, સુવર્ણમુદ્રા દ્વારા બહુમાન - સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગીકાર અંકુશ શાહ સુરતથી પધારશે.

મહામંત્રી વસ્તુપાલ બનીને તપસ્વિને પાદ પક્ષાલ કરાવવાના લાભાર્થી માતુશ્રી ભાનુમતિબેન વિનયચંદ હરજીવનદાસ શાહ, પારણા સમયે તપસ્વીઓને અક્ષત મોતીથી વધાવવાના લાભાર્થી માતૃશ્રી મિકુદેવી દિપચંદજી તાતેડ (કોઠારી), શેઠ આભુ સંઘવી બનીને કંકુ તિલક કરવાના લાભાર્થી માતૃશ્રી નિર્મળાબેન અનંતરાય રતિલાલ દોશી, મહારાજા ભરત ચક્રવર્તી બનીને શ્રીફળ દ્વારા સન્માન કરાવાના લાભાર્થી માતૃશ્રી જયાબેન જયંતિલાલ શામજીભાઈ શાહ (વરલવાળા), શેઠ પેથડશા બનીને માળા દ્વારા સન્માનના લાભાર્થી માતૃશ્રી જયશ્રીબેન બળવંતરાય શાહ, શેઠ ઝાંઝણશા બનીને શાલ દ્વારા સન્માનના લાભાર્થી માતૃશ્રી હસુમતીબેન વસંતરાય ખોડીદાસ શાહ, શેઠ જાવડશા બનીને મોમેન્ટો દ્વારા સન્માનના લાભાર્થી માતૃશ્રી જસકુંવરબેન મનસુખલાલ નાગરચંદ પારેખ, મહારાજા શ્રેણિક બનીને સુવર્ણ મુદ્રા દ્વારા સન્માનના લાભાર્થી માતૃશ્રી પ્રફુલ્લાબેન મુકુંદરાય મનસુખલાલ શાહ પરિવારે આદેશ લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં સંપન્ન થયેલ 232 માસક્ષમણના પારણા ભાવનગર જૈન સંઘના પ્રમુખ જયુકાકા (ટાણાવાળા), પરેશભાઈ (ખીલાવાળા), સંજયભાઈ ઠાર, મનીષભાઈ કનાડીયાની અધ્યક્ષતામાં સંપન્ન થયા હતા. પારણાની સમગ્ર વ્યવસ્થા ભાવનગર જૈન સંઘના યુવાનો અને પ્રાર્થના જૈન યુવક મંડળના કાર્યકરોએ સંભાળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયાની સંપૂર્ણ ટીમ, મેયર કિર્તબેન દાણીધારીયા, ડે.મેયર કુમારભાઈ શાહ, ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...