ભાવનગર પૂર્વ બેઠકનું કોકડું ઉકેલાયું:શહેર પ્રમુખના પત્ની સેજલ પંડ્યાના નામ પર ભાજપે મહોર મારી, હાલના ધારાસભ્ય વિભાવરીબેન દવેનું પત્તુ કપાયું

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં 160 બેઠકના ઉમેદવારોની જાહેરાત બાદ આજે વધુ 6 બેઠક પરના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી ભાજપ દ્વારા છ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. માત્ર એક ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભારે વિવાદને કારણે ઉમેદવાર જાહેર કરી શક્યા ન હતા. જોકે, આજે સવારે પ્રદેશમાંથી બીજી યાદીમાં 6 નામો જાહેર કરવામાં આવ્યાં છે જેમાં પૂર્વ બેઠક પર સેજલ રાજીવભાઈ પંડ્યાના નામની મહોર મારી દીધી છે, આમાં, પ્રદેશમાંથી છેલ્લે ફાઈનલ નામ જાહેર કરતા ખેંચતાણનો અંત આવ્યો હતો. આ બેઠક પર હાલના ધારાસભ્ય વિભાવરીબેનની ટિકિટ કપાઈ છે.

ભાવનગર શહેર પ્રમુખના પત્નીને ટિકિટ
ભાવનગર પૂર્વ બેઠક પર ધારાસભ્ય વિભાવરીબેન દવેનું બેઠક પર ધારાસભ્ય વિરોધ અનેક રજૂઆત થઈ હતી. જેના કારણે આ બેઠક પર નામ જાહેર કરવા કચવાટ થયો હતો. ભાવનગર પૂર્વ બેઠક માટે અનેકના નામ ચર્ચાઈ રહ્યા હતા જેનો આજે પ્રદેશ ભાજપાએ સેજલબેન પંડ્યાનું નામ જાહેર કરતા જ તમામ નામો પર પૂર્ણવિરામ મુકાયું હતું. સેજલ પંડ્યા એટલે ભાવનગર શહેર પ્રમુખના પત્ની છે, આજે સવારથી તેના ઘરે કાર્યકરોનો મેળાવડા શરૂ થઈ ગયો હતો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવી મોં મીઠા કરાવવામાં આવી રહ્યા છે.

ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાને માત્ર 1 દિવસ
1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે જેના ભાગરૂપે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી 160 ઉમદેવારોના નામો જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકમાંથી છ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતા, જોકે, ભાવનગર પૂર્વ બેઠકની જાહેરાત બાકી હતી, ત્યારે આજે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા ભાવનગર પૂર્વ બેઠક પર હાલના ધારાસભ્ય વિભાવરીબેન દવેનું પત્તુ કપાયું હતું અને તેના સ્થાને સેજલ પંડ્યાના નામની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આગામી તારીખ 14 ડિસેમ્બર છેલ્લી તારીખ છે ત્યારે પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે પક્ષો દ્વારા ચૂંટણી સંદર્ભે તમામ તૈયારીઓ સભાઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાને માત્ર 1 દિવસ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...