આનંદના સમાચાર:દીપોત્સવીના પર્વ પૂર્વે શહેર જિલ્લો પુનઃ કોરોના મુક્ત, જિલ્લામાં રિકવરી રેઇટ વધીને 98.61 ટકા થયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ્યમાં કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીઓ રોગમુક્ત થતાં જિલ્લામાં એકે’ય એક્ટિવ દર્દી નહીં

શહેર અને જિલ્લામાં એક તરફ દીપોત્સવીની ઉજવણી માટે ધીમે ધીમે આનંદ અને ઉમંગ વધી રહયો છે ત્યારે બીજી બાજુ આજે આનંદના સમાચાર એ આવ્યા છે કે ભાવનગર શહેર બાદ હવે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ એકેય કોરોનાનો દર્દી સારવારમાં ન રહેતા આજે સમગ્ર ભાવનગર શહેર જિલ્લો પુનઃ કોરોના મુક્ત થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેઇટ પણ વધીને 98.61 ટકા થઈ ગયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવનો એક પણ નવો દર્દી નોંધાયો નથી.

ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ 14,018 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે અને તે પૈકી 13,858 દર્દીઓ કોરોના મુક્ત થઈ જતા ભાવનગર શહેર કક્ષાએ કોરોના માં સાજા થવાનો રેઇટ 98.86 ટકાએ યથાવત રહ્યો છે. હાલ ભાવનગર શહેર કે જિલ્લામાં એક પણ દર્દી કોરોનાની સારવારમાં નથી. ભાવનગર તાલુકા ગ્રામીણ ક્ષેત્રે જે બે દર્દી કોરોનાની સારવાર માં હતા કે બંનેએ આજે કોરોના સામે જંગ જીતી લેતા ભાવનગર તાલુકા ગ્રામ્ય કક્ષાએ પણ હવે એક પણ દર્દી કોરોનાની સારવારમાં નથી.

આજે તાલુકા ગ્રામ્ય ક્ષેત્રે પણ એકેય નવો દર્દી નોંધાયો નથી. ભાવનગર તાલુકા ગ્રામ્ય કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.15 ટકા થઈ ગયો છે જે અગાઉ 98.12 ટકા હતો. આમ, હવે સમગ્ર શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દીની સારવારમાં ન હોવાથી સંપૂર્ણ ભાવનગર શહેર જિલ્લો ફરી એક વખત કોરોના મુક્ત થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...