તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:શહેર ભાજપ ભાવનગર સહિત છ મહાનગરપાલિકાની સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક બેઠકો મળ્યાની ભવ્ય જીત વધાવી

ભાવનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા આજે ગુજરાતની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકામાં રેકોર્ડબ્રેક સીટો સાથે સતત છઠ્ઠી વખત ભવ્ય જીત મેળવવા સાથે વિજય પ્રાપ્ત કરવા બદલ શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમા સહિત વરિષ્ઠ આગેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ મંડાવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ઇન્ચાર્જ ગીરીશભાઈ શાહ, હરુભાઈ ગોંડલીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અને પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ અધ્યક્ષ અમોહભાઈ શાહ, સનતભાઈ મોદી સહિતના વરિષ્ઠ આગેવાનોએ આવકારી હતી અને વિજેતા ઉમેદવારોને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી.

ભવ્ય વિજય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ સંસ્કારી નગરી ભાવેણાની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કાર્ય કરતી સરકારો અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રત્યે જનતાનો વિશ્વાસ અને શ્રદ્ધા વધી છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો ચોતરફ સ્વીકાર થયો છે નકારાત્મક રાજનીતિને જાકારો આપી જનતાએ સકારાત્મક, રાષ્ટ્રવાદી અને વિકાસની રાજનીતિનો સ્વીકાર કરી છ એ મહાનગર પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

તેઓએ આજની જીત ભાવનગરના નાગરિકોની અને કાર્યકર્તાઓના પરિશ્રમની પરકાષ્ઠાની જીત બતાવતા નવ વિજેતા નગરસેવકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સાથે મળી ભાવનગરના વિકાસની યાત્રાને પાંચ વર્ષ દરમ્યાન નવી ઉંચાઈએ લઈ જઈશું અને ભારત માતાને પરમ વૈભવના સ્થાને ફરી બિરાજમાન કરીશું તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

વરિષ્ઠ આગેવાનોએ, શહેર સંગઠનના પદાધિકારીઓ એ પણ વિજેતા સૌ નગરસેવકોને અભિનંદન પાઠવી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા બદલ સૌ નાગરિકોનો આભાર માન્યો હતો તેમ શહેર પ્રવક્તા આશુતોષ વ્યાસની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો