તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોના 50 કરોડ રૂપિયા ફસાયા:માસિક 6% વ્યાજની લાલચમાં શહેરીઓએ 50 કરોડ ગુમાવ્યા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર અઠવાડીયે નિયમિત વ્યાજની ચુકવણી કરવામાં આવતી
 • વ્યાજે લેનાર યુવકનું અકાળે મૃત્યુ થતા લોકોના નાણા ફસાયા

ભાવનગર શહેરના અનંતવાડી, નિલમબાગ, દેવુબાગ, પટ્ટણીબાગ સહિતના વિસ્તારોના રહેવાસીઓને માસિક 6% વ્યાજ ચુકવી રહેલા યુવકનું અકાળે અવસાન થતા અનેક લોકોના 50 કરોડ રૂપિયા ફસાઇ ગયા છે. સોના-ચાંદી, શેરબજાર સહિતની યોજનાઓમાં રોકાણ કરવાના હેતુથી લોકોના નાણા ઉઘરાવનાર ઉજળીયાત યુવક પ્રતિ માસ 6% જેવું અકલ્પનીય વ્યાજ લોકોને પ્રતિ સપ્તાહના હિસાબે નિયમીત રીતે ચૂકવી રહ્યો હતો.

આ યુવક પોતાના નાણા ક્યાં અને કેવી રીતે રોકાણ કરી રહ્યો હતો, તેની ભણક અન્ય કોઇને હતી નહીં, અને તેના પ્રતિ સપ્તાહ નિયમીત વ્યાજ ચુકવણીના વ્યવહારથી એક પછી એક મૌખિક પબ્લિસિટીમાં આવતા ગયા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે, આ યુવકે 5લાખથી ઓછા કોઇના નાણા સ્વીકારવામાં નહીં આવે તેવા નિયમો પણ તરતા મુક્યા હતા.

તેથી ઓછી આર્થિક ક્ષમતાના લોકો 2-3 જણા ભેગા થઇને પણ આ સ્કીમમાં નાણા મુકવા લાગ્યા હતા. વ્યાજની ચુકવણીમાં કોઇ સમસ્યા ન હતી, પાકતી મુદ્દતે જેઓને નાણા જોઇતા હોય તેઓના માટે પણ કોઇ સમસ્યા ન હતી. પરંતુ આ યુવકને કોઇ શારીરિક સમસ્યા સર્જાતા અકાળે તેનું અવસાન થયુ હતુ. રોકાણકારો અને યુવક વચ્ચે ડિપોઝિટ અને વ્યાજ ચુકવણી સહિતના તમામ વ્યવહારો રોકડામાં અને કાચી ચીઠ્ઠી વડે થતા હતા.યુવકે ક્યાં નાણા રોક્યા હતા, કોના કોના કેટલા નાણા ડિપોઝિટ હતા, કોનું કેટલું વ્યાજ ચુકવવાનું હતુ, તે તમામ બાબતો અંગે વિસ્તૃત કોઇ પાસે માહિતી નહીં હોવાથી પ્રબુધ્ધ લોકોના 50 કરોડથી વધુ રૂપિયા ફસાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો