તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સીટી એન્જિનિયરનો વિવાદ સ્ટેન્ડીંગ સુધી પહોંચ્યો, ઈએસઆર, ડ્રેનેજ, RCC સહિતના કામોની મુદતમાં વધારો કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોતીબાગ ટાઉન હોલના રિનોવેશનમાં 82.76 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ

ભાવનગર મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયર નિવૃત તે ખુરશી મેળવવા માટે ભારે ખેંચતાણ અને વિવાદો સર્જાયા હતા. સીટી એન્જિનિયર પદે વિજય પંડીતની નિયુક્તિ બાદ પણ મામલો થાળે પડયો ન હોય તેમ સેવા ભરતી બઢતીના નિયમો અનુસાર સિનિયોરીટી લિસ્ટ મુજબ મુકેશ કુકડીયાને બઢતી આપવા કમિશનર દ્વારા દરખાસ્ત કરાઈ છે, જેનો નિર્ણય આગામી 13 ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં થશે.

આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ઈએસઆર, રાઈઝીંગ લાઈન, પમ્પીંગ સ્ટેશન, સિવેજ પમ્પીંગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન,આર.સી.સી.રોડ,મેટલ ગ્રાઉન્ટીંગ,પેવર રોડના કામમાં સમયમર્યાદા વધારી આપવા,મોતીબાગ ટાઉન હોલના રિનોવેશન તથા રિડેવલોપમેન્ટમાં મુદત વધારા ઉપરાંત રૂ. 82,76,679 નો વધારાનો ખર્ચ,તાઉતે વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલા ઝાડને હટાવવાનો ખર્ચ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્યની ગ્રાન્ટ ઉપરાંત અન્ય સાધન સામગ્રીનો ખર્ચ, ખાનગી અને શૈક્ષણિક સંસ્થાઓના કાર્પેટ એરિયા કર પધ્ધતિમાં ફેક્ટર ફેરફારમાં સરકાર દ્વારા દરખાસ્ત ના મંજુર કરવામાં આવી તેની હકીકત જાહેર કરવા સહિતના જુદા જુદા 31 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...