તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધેરીનગરી:પાલિતાણા ધર્મશાળાના યાત્રીઓ માટે કોવીડ ટેસ્ટ ફરજીયાતનો પરિપત્ર રદ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તઘલખી નિર્ણય સામે રોષ જાગતા વિભાવરીબેને CMને જાણ કરતા સમસ્યા હલ થઇ
 • પાલિતાણા યાત્રાએ આવતા તમામ યાત્રાળુઓ માટે કોરોના નેગેટીવ સર્ટિફીકેટ મેળવ્યા બાદ જ ધર્મશાળામાં પ્રવેશનો પરિપત્ર થયો હતો

પાલિતાણા ખાતે આવેલી તમામ ધર્મશાળાઓમાં યાત્રીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો પ્રાંત અધિકારીએ પરિપત્ર કરતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો. આ અંગે જૈન શ્રેષ્ઠિઓ દ્વારા માત્ર પાલિતાણા ધર્મશાળામાં જ આ નિયમ લાગુ કરવાના મામલે પ્રશ્નો ઉઠાવતા મુખ્યમંત્રીની દરમિયાનગીરી બાદ મોડી રાતે આ પરિપત્રમાં સુધારો થયો.

પાલિતાણાના પ્રાંત અધિકારી એસ.આર.વર્માએ તમામ ધર્મશાળાઓના મેનેજરોને એક પરિપત્ર કરી ધર્મશાળામાં આવતા તમામ યાત્રીઓ સિધ્ધક્ષેત્ર ભોજનશાળા, છેલ્લા ચકલા, તળેટી રોડ પાલિતાણા ખાતે કોવીડ ટેસ્ટ કરાવે અને કોરોના નેગેટીવ સર્ટી મેળવે તેવા જ યાત્રીકોને ધર્મશાળામાં પ્રવેશ આપવા અને તેનો રોજીંદો રીપોર્ટ નિયત પત્રકમાં વોટ્સએપ પર મોકલવા જણાવ્યું હતું. રાજયભરમાં અનેક જૈન તિર્થો આવેલા છે. અને આ ઉપરાંત સોમનાથ સહિતના ધર્મિક સ્થળો માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત નથી ત્યારે આ પરિપત્ર સામે વિરોધનો વંટોળ ઉઠયો હતો.

ભાવનગરના જૈન શ્રેષ્ઠિ, સંઘો અને ગુજરાતભરના જૈન સંઘો અને મુંબઇના જૈન અગ્રણીઓ દ્વારા આ પરિપત્ર પાછો ખેંચવાની માંગણી થઇ હતી. આ અંગે પવિત્ર યાત્રાધામ વિભાગના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવેને રજુઆત થતા તેમણે તાત્કાલીક મુખ્યમંત્રી વિજય રૂપાણીને હકિકતથી વાકેફ કરેલ મોડી રાત્રે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જિલ્લા કલેકટરને સુચના આપ્યા બાદ આ પરિપત્રનો ફરજીયાત શબ્દ દુર કરી સુધારેલો પરિપત્ર બહાર પાડવા તજવીજ હાથ ધરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો