ચોપડા પુજન:સ્વામીનારાયણ મંદિર લોખંડ બજાર, નંદાલય હવેલી, અક્ષરવાડી મંદિરમાં ચોપડા પુજન

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામીનારાયણ મંદિર લોખંડ બજાર ભાવનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે તા.4 ગુરૂવારના રોજ બપોરે 4-30 થી 6 કલાકે મંદિરના કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં તથા તેમના વરદ હસ્તે ચોપડા પૂજન કરવામાં આવશે.

તેમજ બીએપીએસ સ્વામીનારાયણ મંદીર અક્ષરવાડી ખાતે પૂજય સ્વામીના સાનિધ્યમાં જ તા.4-11 ગુરૂવારે સાંજે સેંકડો હરીભકતોના ચોપડાનુ પૂજ સંતો દ્વારા કરાવવામાં આવશે. તા.5-11 શુક્રવારે સવારે મંગળા આરતી 5-45 કલાકે મહાપુજા 6, શણગાર આરતી 7-15 તથા ભવ્ય 1000થી વધારે વાનગીઓ, વિવિધ જાતની મીઠાઇ, ફરસાણનો અન્નકુટ દર્શન સવારે 9 થી સાંજે 6-30 સુધી થશે.

નંદાલય હવેલીમાં સાંજે 6 કલાકે યુવા વૈષ્ણાવાચાર્યના હસ્તે ચોપડા પુજન થશે. મંદિરમાં સુર્વણના સિંહાસનમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યા મહારાજ સ્વામીનારાયણ મુખ્ય મંદિર લોખંડ બજાર ખારગેઇટ ભાવનગરમાં તા.5 શુક્રવારે ભવ્ય અન્નકુટ ઉત્સવ મંદિરમાં દેવોની સમક્ષ ધરાવીને ઉજવવામાં આવનાર છે.