વલભીપુર શહેર વિસ્તારમાં આવેલ આંગણવાડીઓ કેન્દ્ર મોટાભાગે કાંતો જાહેર શૌચાલયો અથવા તો ગંદકીથી ઉભરાતા ઉકરડાઓની નજીકમાં જ નગરપાલીકા દ્વારા જગ્યા ફાળવણી કરવામાં આવે છે.એક તરફ બાળકોનાં આરોગ્ય તેમજ કુપોષણની ટકાવારી નીચે લાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ ગામડાઓ અને શહેરોમાં નાના ભુલકાઓ માટે આંગણવાડી કેન્દ્રો બનાવવા માટેની જગ્યા સાવ ફાલતુ અવાવરૂ અથવા તો ગંદકીનાં જાહેર સ્થળો નજીક મકાન આવેલા હોય છે
જેથી ભુલકાઓ આવા નર્કાગાર પાસે નાછુટકે બાળ પ્રવૃતિઓ સાથે ભયંકર બિન આરોગ્ય વાતાવરણ વચ્ચે આંગણવાડીઓ રમતા હોય ત્યારે બાળકોનાં આરોગ્ય અને સ્વાસ્થયનું શું ?વલભીપુરમાં 14 કેન્દ્રો આવેલા છે તે પૈકી મોટાભાગના વિસ્તારો જેમાં ચકી ચોક, પોસ્ટ ઓફીસનાં રસ્તે પાટીવાડો, ચમારડી દરવાજા,બારપરા,ભરવાડ શેરીની અંદર જાહેર શૌચાલયો અથવા તો ઉકરડાઓની એકદમ નજીક આવેલ છે સૌથી દયનિય હાલત પાટીવાડામાં પોસ્ટ ઓફીસ જવાના રસ્તે આવેલ કેન્દ્રની છે. શહેરીજનો નાકે પર રૂમાલ રાખી પસાર થાય છે ત્યારે વિચાર આવે કે એકદમ નજીક આવેલ આંગણવાડીના બાળકોની શી હાલત થતી હશે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.