GST વિભાગની કાર્યવાહી:ભાવનગરની ચિત્રાની રાધે પ્રોટિન્સમાંથી 50 લાખની ગેરરીતિનો પર્દાફાશ કર્યો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CGSTએ અનોખા પ્રકારની કરચોરી પકડી કાર્યવાહી કરી
  • 30 લાખની કર રિકવરી કરાઇ : વધુ તપાસ હાથ ધરાઇ રહી છે

જીએસટી સંબંધિત ગેરરીતિઅોને અટકાવવા માટે ભાવનગરમાં જીએસટી સંલગ્ન તમામ તંત્ર દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કડીમાં ચિત્રામાં આવેલી રાધે પ્રોટિન્સમાંથી 50 લાખની જીએસટી ગેરરીતિનો સીજીએસટી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. ભાવનગરમાં અનેક ઉત્પાદન યુનિટ પોતાના બ્રાન્ડેડ ઉત્પાદનો બજારમાં મુકતા હોવા છતા જીએસટી ભરી રહ્યા નહીં હોવા અંગે હવે જીએસટી તંત્ર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ચિત્રામાં આવેલા રાધે પ્રોટિન્સમાં બેસનનું ઉત્પાદન કરવામાં આવે છે અને બ્રાન્ડેડ છે.

આ પેઢીના ઉત્પાદન માટે તેઓએ ભરવાપાત્ર 5ટકા જીએસટી પૈકી ઓછો કર અથવા કર ભરવામાં આવી રહ્યો નહીં હોવાની બાતમીના આધારે સીજીએસટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. સીજએસટીએ ચિત્રામાં સ્ટોક, વેચાણ, કાચા માલની ખરીદી, કોમ્પ્યુટર હિસાબો સહિતની વિસ્તૃત ચકાસણી હાથ ધરી હતી.

આ દરમિયાન સીજીએસટીના અધિકારીઓને ધ્યાને આવ્યુ હતુકે, બેસનનું ઉત્પાદન બ્રાન્ડેડ છે અને તેના પર 5ટકા જીએસટી ભરવાપાત્ર હોય છે, પરંતુ તેમાં ગોટાળા કરવામાં આવ્યા હતા. તેથી લાંબી ચાલેલી પ્રક્રિયાને અંતે સીજીએસટી દ્વારા હાલના તબક્કે 50 લાખની ગેરરીતિઓ શોધી કાઢવામાં આવેલી છે અને પેઢી દ્વારા પણ 30 લાખની કર રકમ ભરી દેવામાં આવી છે. જો કે સીજીએસટી તંત્ર દ્વારા આવા પ્રકારની ગેરરીતિઓ આચરી રહેલી પેઢીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...