આગામી મકરસંક્રાતીના પર્વ અનુસંધાને ઘાતક એવી પ્રતિબંધ ચાઇનીઝ દોરી તથા તુક્કલના વેચાણ પર રોક હોવા છતા આગામી મકરસંક્રાતીના પર્વને ધ્યાનમાં લઇ એસ.ઓ.જી તથા પોલીસ સ્ટાફ શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન શહેરના મોતીબાગ તથા ઉમરાળા અને પાલિતાણાથી ચાઇનીઝ દોરી તથા તુક્કલના વેચાણ કરતા શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના મોતીબાગ વિસ્તારમાંથી અંજુમ અમીનભાઇ નાગાણી (રહે. સાંઢીયાવાડ)ની લારીની તલાશી લેતા થેલામાંથી પ્રતિબંધીત તુક્કલ નંગ 50 રૂા. 2250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જ્યારે બીજા બનાવમાં ભાવનગર જિલ્લાના ઉમરાળામાંથી શૈલેષ કાંતીભાઇ ડાભી (રહે. ઉમરાળા) ની દુકાનની તલાશી લેતા ચાઇનીઝ દોરી ના નંગ રીલ 5 રૂા. 550ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે પાલિતાણાના બજરંગદાસ બાપાના ચોકમાં આવેલ સના મોબાઇલ નામની દુકાનમાંથી ગુલામઅબ્બાસ સાદિકભાઇ ખુટ (રહે. બદાવડા વાડી, પાલિતાણા)ને ચાઇનીઝ દોરીના રીલ નંગ 20 રૂા. 3000ના મુદ્દમાલ સાથે ત્રણેય શખ્સોને કુલ રૂા. 5850ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાનમાં સરકારે ચાઇનીઝ દોરી સામે લાલ આંખ કરી છે.
આજે એક યાદીમાં જણાવાયું છે કે ઉતરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા તથા ગુબ્બારા તથા અન્ય પદાર્થોથી નાગરિકો, પશુ પક્ષી અને પર્યાવરણને નુકશાન થતું હોય તે અનુસંધાને ચાઇનીઝ દોરા, માંજા, તુક્કલના પ્રતિબંધને ચુસ્ત પણે પાલન કરવાવા રાજ્ય સરકાર દ્વારા લોક જાગૃતિ કેળવવા બજારમાં આ નુકશાનકારક પદાર્થો જો કોઇ વેચતા હોય તો નાગરિકોને 100 નંબર ડાયલ કરી પોલીસને સુચન કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.