બાળકોએ આકર્ષણ જમાવ્યું:ભાવનગરમાં ઇસ્કોન ક્લબ ખાતે આયોજિત નવરાત્રિમાં દંગાપરા પ્રાથમિક શાળાના બાળકોએ અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવરાત્રિ ગરબા માટે ભાવનગર શહેરના અતિ લોકપ્રિય એવા ઈસ્કોન ક્લબ અને આર્ચીસ ગ્રૂપ દ્વારા રોટરી ક્લબ ઓફ ભાવનગરના સહયોગથી આયોજિત નવરાત્રિ ગરબામાં ઘોઘા તાલુકાના અંતરિયાળ પર્વતીય વિસ્તારમાં નાના ખોખરા પાસે આવેલી દંગાપરા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ ઇસ્કોન ખાતે રાસ ગરબાની અદ્ભૂત પ્રસ્તુતિ કરી હાજર દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

બાળકોને બિરદાવ્યા
બાળકોએ નેશનલ લેવલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તેમજ અન્ય લોકોને કૃતિઓ તૈયાર કરાવી. અત્યાર સુધીમાં 20 લાખ કરતા વધારેના પુરસ્કારો પ્રાપ્ત કરેલા આ સ્કૂલના બાળકોનો ઉત્સાહ અને રાસ ગરબાની રમઝટે વાતાવરણ પ્રફુલ્લિત બનાવ્યું હતું. પુરસ્કારની દરેક રકમ ઘરે ન લઈ જતા સમગ્ર રકમ સ્કૂલના ડેવલપમેન્ટમાં વાપરવાના આ બાળકોના અભિગમની દરેકે સરાહના કરી હતી. હાજર રહેલા ઘણા ગૃપો અને વ્યક્તિઓએ રોકડ પુરસ્કારો આપી આ બાળકોને બિરદાવ્યા હતા.

સ્કૂલની મુલાકાત એક વાર અવશ્ય લેવા જેવી
હાલમાં જ રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આ સ્કૂલમાં 1.25 લાખ લીટરની પાણીની ટાંકી બનાવવામાં આવી છે. અંતરિયાળ પર્વતીય વિસ્તારના ખેડૂતના બાળકો ધરાવતી અને વર્ષના 365 દિવસ કાર્યરત આ સ્કૂલની મુલાકાત એકવાર અવશ્ય લેવા જેવી છે.

અન્ય સમાચારો પણ છે...