રાસોત્સવ:દડવાની ચંપકગુરુ સુસંસ્કાર માધ્યમિક શાળાના બાળકોએ રાસ-ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ દ્રારા દશેરા નિમિતે શકિતની આરાધના રૂપે શસ્ત્રપૂજન કરવામાં આવેલ

આજરોજ ચંપકગુરુ સુસંસ્કાર માધ્યમિક શાળા દડવા(રાં.) ખાતે નવરાત્રિ નિમિત્તે રાસગરબાનું આયોજન કરેલ હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. શાળાની દીકરીઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસોત્સવમાં ભાગ લીધેલ હતો.

શકિતની આરાધનાના પ્રતીક એવું શસ્ત્રપૂજન
આ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ દ્રારા દશેરામાં શકિતની આરાધનાનું પ્રતીક એવું શસ્ત્રપૂજન પણ કરવામાં આવેલ, હિન્દુ સંસ્કૃતિમાં દશેરા તથા શસ્ત્રપુજનનું મહત્વ વિશે આચાર્ય ભાવિનભાઇ ભટ્ટ દ્રારા માહિતીઓ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દડવા ગામના સરપંચ હઠીભાઇ તથા ગામ પંચાયતના સભ્યઓએ હાજરી આપેલ હતી. નવરાત્રિ નિમિત્તે શાળાની તમામ દીકરીઓને આચાર્ય તથા શાળા પરિવાર દ્વારા નવદુર્ગા તથા આદ્યશકિતના પુસ્તક સેટ ભેટ આપવામાં આવેલ, જેમાં દેશની 11 વિરાંગનાઓના જીવનચરિત્ર આપવામાં આવેલ છે.

આદ્યશકિતના પુસ્તક સેટ ભેટ આપવામાં
આદ્યશકિત પુસ્તક સેટ કે જેમાં, દ્રોપદી, જીજાબાઇ, મીનળદેવી તથા કલ્પના ચાવલા અને નવદુર્ગા પુસ્તક સેટ જેમાં રાણી લક્ષ્મીબાઇ, મેડમ કામા, તાના-રીરી,સતી સાવિત્રી, રાણીમા ગાઇડિન્લ્યુ, મીરાબાઇ, કેપ્ટન લક્ષ્મી જેવા જીવનચરિત્રો છે. જેનાંથી પ્રભાવી વ્યકિતનું નિર્માણ કરી શકાય. ગામના સરપંચ દ્રારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે પ્રાર્થના સભામાં આરતી, શસ્ત્રપૂજન તથા તેના મહત્વની માહિતીઓ આપવામાં આવેલ, સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

અન્ય સમાચારો પણ છે...