'સશકત ભારત' વિષય પર શિબિર:દિલ્હીમાં આયોજીત રાષ્ટ્રીય એકીકરણ શિબિરમાં ભાવનગરની શિશુવિહાર સંસ્થાના બાળકોએ ભાગ લઈ પુરસ્કાર જીત્યો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ બાલ ભવન દિલ્હી ખાતે નહેરુજીની જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'સશકત ભારત' વિષયે પર શિબિરના આયોજનમાં ભાવનગર શહેરની જાણીતી બાળ વિકાસ સંસ્થા શિશુવિહાર સંસ્થાના બાળકોએ ભાગ લઈ પુરસ્કાર મેળવ્યાં હતા.

ડાન્સ, કવિઝ, ચિત્ર જેવી સ્પર્ધા
નેશનલ બાલ ભવન દિલ્હી ખાતે નહેરુજીની જયંતિ નિમિતે 14 નવેમ્બરથી 16 નવેમ્બર 2022 દરમિયાન યોજવામાં આવેલા 'સશકત ભારત' વિષયે આયોજિત કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે શહેરની જાણીતી બાળ વિકાસ સંસ્થા શિશુવિહારથી કરણ, યશ, દેવ તથા વૈભવ રાઠોડએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને ક્રાફટ, ગેમ ઝોન, ડાન્સ, કવિઝ, ચિત્ર જેવી પ્રવૃત્તિમાં સમગ્ર દેશના બાળકો વચ્ચે પુરસ્કાર મેળવ્યો હતો.

સૌરાષ્ટ્રની ઓળખ રજૂ કરતા કાર્યક્રમો
સવિશેષ શિશુવિહાર બાલભવનના વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ઓળખ રજૂ કરતા કાર્યક્રમો વ્યક્ત કરીને દેશભરમાં ભાવનગરનું નામ ઉજાગર કરી શિબિરાર્થી તરીકે વિદ્યાર્થીઓને દિલ્હી દર્શનનો લાભ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન તાલીમી શિક્ષક કમલેશભાઈ વેગડ, હિનાબહેન ભટ્ટ તથા પ્રીતિબહેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...