મતદાન જાગૃતિ:ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધના બાળકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન થનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ફેઝમાં મતદાર થનાર છે જેના ભાગરૂપે અનેક સંસ્થાઓ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પોતાના મતનો સદઉપયોગ કરે
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા આગામી વિધાનસભાની ચુટણીને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિમા જોડાયેલા સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા મતદાન જાગૃતિ અંગે જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવામા આવેલ તેમજ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાધીશ વિદ્યસંકુલ, દક્ષિણામૂર્તિ કુમાર મંદીર, ગિજુભાઈ કુ.મંદિરના સ્કાઉટ ગાઈડ બાળકો જોડાયા હતા. સાથે દરેક બાળકો પોતાના માતા-પીતા તેમજ ધરના સભ્યો અને પોતાની શેરી, મહોલ્લા, સોસાયટી, ફ્લેટના સભ્ય લોક સહિતના મતદાનપર્વમાં પોતાનુ યોગદાન આપે અને પોતાના મતનો સદઉપયોગ કરે તેવી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...