પરિવારમાં ભારે શોક છવાયો:ભાવનગરના ભરતનગર વિસ્તારમાં PM આવાસ યોજનાની સાઈટના ખાડામાં ડુબી જવાથી બાળકનું મોત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડા પાસે બાળકો નાહી રહ્યા હતા ત્યારે દુર્ઘટના ઘટી

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાની સાઇટના ખાડામાં ડુબી જવાથી બાળકનું મોત નિપજ્યુ છે. ભરતનગર જીએમડીસી રોડ પાસે આવેલી તખ્તેશ્વર રેસિડેન્સીમાં રહેતા હીરાનંદનભાઈ માલવાણીનો પુત્ર ક્રિશ (ઉ.વ. 11) તથા તેની સાથે 3 થી 4 તેના મિત્રો વરસાદમાં ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન પાસે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટના પાણી ભરેલા ખાડા પાસે નાહી રહ્યો હતા ત્યારે અકસ્માતે રમતા-રમતા ક્રિશ ઉંડા પાણીમાં ડુબી ગયો હતો.

જેથી તેની સાથે નાહી રહેલા બાળકો દોડીને આજુબાજુના લોકોને બોલાવવા નિકળ્યા જ્યારે બીજી તરફ ક્રિશના પરિવારના સભ્યો તેને શોધતા શોધતા અહીં આવી પહોંચ્યા હતા અને ખાડા બહાર તેના ચપ્પલ જોતા સ્થાનિક લોકોએ તપાસ કરી તેને બહાર કાઢી ઈમર્જન્સી 108 મારફત સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે ક્રિશ (ઉ.વ.11)ને 7.16 કલાકે મૃત જાહેર કર્યો હતો.

મળતી વિગતો પ્રમાણે હીરાનંદનભાઈ માલવાણી ચિત્રા જીઆઈડીસીમાં આવેલી એ-વન બેકરીમાં કામ કરતા હતા. તેમને સંતાનમાં 1 દિકરો ક્રિશ તથા માહી નામની 1 દિકરી છે. પોતાના એકના એક કુળ દિપકને ગુમાવતા માલવાણી પરિવારમાં ભારે શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...