તપાસ:બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી નિમિતે બાળ ભિક્ષાવૃતિની તપાસ હાથ ધરાઇ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 બાળકો બાળ ભીક્ષાવૃતિ કરતા મળી આવ્યા હતા
  • આવનાર સમયમાં બાળકો આવી પ્રવૃત્તિ સાથે પુનઃના જોડાય તે માટેનું ફોલોઅપ લેવામાં આવશે

બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં બાળ ભીક્ષાવૃતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ બનાવીને બોટાદના જુદા-જુદા વિસ્તારોમા બાળ ભીક્ષાવૃતિની તપાસ કરવામાં આવી હતી.

ગઈકાલ સાંજના સમયે બોટાદના જુદા જુદા વિસ્તારોમાં બાળ ભીક્ષાવૃતિની તપાસ કરવામાં આવી હતી. જેમાં પાળીયાદ રોડ ખાતેની ખાણીપીણીના મુખ્ય સ્થળ પર તપાસ દરમ્યાન કુલ 4 બાળકો બાળ ભીક્ષાવૃતિ કરતા મળી આવેલ હતા. જેઓને બોટાદ જીલ્લાની બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. રાત્રીના સમયે બાળ કલ્યાણ સમિતિના હોદ્દેદારો અને તપાસ ટીમ સાથે બાળકો જે વિસ્તારમાં રહે છે ત્યાં લઇને જતા બાળકોના માતાને બાળકો સોપવામાં આવ્યા અને બાળકો ફરીથી આવી પ્રવૃત્તિ ન કરે તે માટે સમજાવવામાં આવ્યા હતા.

રોજગાર અધિકારી દ્વારા બાળકોની માતાને રોજગાર પુરો પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બાળકો શિક્ષણ સાથે જોડાઈ તે માટે શિક્ષણ અધિકારી દ્વારા પગલા લેવામાં આવશે અને આવનાર સમયમાં બાળકો આવી પ્રવૃત્તિ સાથે પુનઃ ના જોડાય તે માટેનું ફોલોઅપ લેવામાં આવશે તથા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુજબનું પુનઃસ્થાપન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...