પેડોફિલીક રોગ જવાબદાર:ભાવનગરમાં બાળાઓ પર દુષ્કર્મ; અડપલાના એક ડઝન બનાવો, નાની બાળાઓને પડોસી કે સગા-વ્હાલાના ભરોસે મુકીને જશો નહિ

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા એક વર્ષમાં હવસખોરોએ એક ડઝનબાળકીઓને દુષ્કર્મ-અડપલાનો શિકાર બનાવી છે. આજે વાલીઓ પણ બાળાને ઘરની બહાર મોકલતા કે ઘરમાં એકલી રાખતા વિચાર કરતા થઈ ગયા છે. પાડોશીઓ કે સગા-વ્હાલાઓ પર અવિશ્વાસ રાખવો જ પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવા સંજોગોમાં થોડી અમથી તકેદારી તમારા સંતાનનું રક્ષણ કરી શકે છે આ ઉપરાંત આવું કેમ થાય છે તે અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય સમાજ સ્થિતિને બદલવામાં મદદરૂપ બની શકે છે.

બાળાઓને એકલા કે કોઈના ભરોસે મુકીને જવુ ભયજનક
ભાવનગરને કલા-સંસ્કૃતિ અને સંસ્કારની નગરીનું બિરૂદ મળેલુ છે. આવા ભાવનગરમાં છેલ્લા એક વર્ષમાં નાની બાળાઓ સાથે અડપલા-દુષ્કર્મના પોલીસ ચોપડે નોંધાયેલા એક ડઝનથી વધુ બનાવો બન્યા છે. આ સંજોગોમાં માસુમ બાળાઓને એકલા કે કોઈના ભરોસે મુકીને જવુ ભયજનક છે. ભાવનગરમાં નોંધાયેલા મોટાભાગના બનાવોમાં જાણીતા સગા-વ્હાલા કે પાડોશીઓજ બાળાઓને લલચાવી-ફોસલાવી કે પછી તેમના પર મુકેલા ભરોસાનો લાભ ઉઠાવી દુષ્કર્મ કરતા હોવાનું બહાર આ‌વ્યું છે.

ગામડાઓ કરતા શહેરમાં આ પ્રકારનાં બનાવો વધારે
મનોચિકિત્સકના જણાવ્યા અનુસાર પેડોફિલીક નામના રોગથી પિડાતા લોકો મોટાભાગે માસુમ બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે. આ રોગના રોગીઓ સ્વસ્થ સમાજ માટે ખતરનાક છે. કેટલાક પેડોફિલીકના રોગીઓ દુષ્કર્મ કે અડપલા કર્યા બાદ પકડાઈ જવાના ડરે હત્યા સુધીનું પણ ખતરનાક પગલું ભરે છે. ગામડાઓ કરતા શહેરમાં આ પ્રકારનાં બનાવો વધારે બને છે. અને મોટાભાગના કિસ્સાઓમાં મજાકનાં સગા-સંબંધી કે પાડોશીઓ જ આ દુષ્કૃત્ય કરતા હોવાનું બહાર આવ્યું છે.

પીડોફીલીયા શું છે?
પીડોફિલિક વ્યક્તિ સતત બાળકોથી સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે. અને મોટેભાગે બાળકોની ઉંમર 13 વર્ષથી નીચે હોય છે.ઘણા વ્યક્તિઓમાં બાળકો પ્રત્યે આકર્ષણની ફીલિંગ હોય છે. પરંતુ તેને દબાવી દેતા એક બીજા પ્રકારના માનસિક રોગ જેમકે પેનીક ડિસઓર્ડર, ડિપ્રેશન વગેરે રૂપે બહાર આવે છે. - ડૉ.શૈલેષ જાની, મનોચિકિત્સક

​​​​​​​સગીરાઓ સાથે અડપલાં, છેડતી - દુષ્કર્મના 13 બનાવો

 • ​​​​​​​કુંભારવાડા વિસ્તારમાં ધો-10ની વિદ્યાર્થીનો પીછો કરી ઈશારાઓ કરી છેડતી કર્યાંની ફરિયાદ બોરતળાવ પોલીસમાં નોંધાઈ હતી.
 • અલંગ પંથકની સગીર યુવતીના જબરદસ્તી ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી પરાણે ફોનમાં વાત કરવા મજબુર કરી, ફોટા ડિલિટ કરવા બોલાવી માર માર્યોનો બનાવ બનેલો
 • શહેરના ડોન ચોક વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા આધેડે અડપલા કર્યાંનો બનાવની ફરિયાદ ઘોઘારોડ પોલીસમાં નોંધાઈ છે.
 • મહુવા પંથકની શાળાએ જઈ રહેલી સગીરાનો પીછો કરી છેડતી કર્યાંનો બનાવની ફરિયાદ થઈ હતી.
 • તળાજા પંથકની યુવતીની સામે જોઈ ખરાબ ઈશારા કરી સગાઈ તોડવાના ઈરાદે હેરાન કર્યા તેમજ યુવતીના પિતા અને ભાઈને માર મારવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ અલંગ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
 • ગારિયાધારમાં રસ્તે જતી બહેન દિકરઓની સામે જોઈ બિભિત્સ ચેનચાળા તથા આંખોના ઈશારા કરી લાજ શરમ વગરના શબ્દો બોલતા શખ્સ સામે ગારિયાધાર પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.
 • હાઈકોર્ટ રોડ પર કાપડિયા કોલેજ પાસે સવારે 10 વાગ્યાના અરસામાં જાહેર રોડ પરથી પસાર થતી છોકરીઓની છેડતી કરતા શખ્સ સામે ગંગાજળિયા પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.
 • ગારિયાધાર પંથકમાં એક યુવકે લગ્નનું વચન આપી યુવતીને ભગાડી હતી, યુવતી સાથે તેણીની સગીરવયની યુવતી પણ ચાલી ગઈ હતી. જ્યાં સગીરા પાસે અન્ય યુવકે અભદ્ર માંગણી કરતા પોલીસ ફરિયાદ થઈ હતી.
 • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં શહેરની એક યુવતી એક યુવકના પરિચયમાં આવ્યા બાદ યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નિલમબાગ પોલીસમાં નોંધાઈ હતી.
 • બટુક ભોજનના બહાને લઈ જઈ મંદિરની સાફસફાઈ કરાવી તેમજ મંદિરના ઉપરના હોલમાં લઈ જઈ બારણું બંધ કરી સગીરા સાથે ચેનચાળા કરી બિભિત્સ માંગણી કર્યાં અંગેની ફરિયાદ ઘોઘા પોલીસ મથકમાં નોંધાઈ હતી.
 • પોતાના મામાના ઘરે આવેલી સગીરા મોડી રાત્રે વોશરૂમ માટે જાગી ત્યારે તેની પાડોશમાં રહેતા શખ્સે ઘરની દિવાલ પાસે બોલાવી તેના ઘરમાં ખેંચી લઈ અડપલા કરતા શખ્સ સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
 • મોતીત‌ળાવ વિસ્તારની એક 15 વર્ષની સગીરાને વહેલી સવારે 5 વાગ્યા આસપાસ 2 શખ્સોએ તેના ઘરમાં ઘુસી છરી બતાવી તેણી પાસે બિભિત્સ માંગણી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બંન્ને વિરૂદ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...