મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતનું 54મું પ્રદેશ અધિવેશન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે પહોંચવા રવાના થયા હતા.
એબીવીપી અધિવેશનના ભાવનગરના આંગણે
ભાવનગર ખાતે આગામી તા.6,7,8 જાન્યુઆરીના રોજ ગુજરાતનું એબીવીપી અધિવેશનના ભાવનગરના આંગણે આયોજન કરવામાં આવ્યું છે, આ સમારોહના મુખ્ય ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાનના ડિરેક્ટર પ્રો્.અનુપમ શુક્લા વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવશે,
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મું પ્રદેશ અધિવેશન ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે થયું હતું, આ અધિવેશનમાં ગુજરાત ભરમાંથી વિવિધ જીલ્લાઓના 1000 જેટલા વિધાર્થી પ્રતિનિધિઓ આ અધિવેશનમાં ભાગ લીધો હતો, આ ત્રણ દિવસીય અધિવેશનમાં વિવિધ સત્રો, પ્રદર્શની, શોભાયાત્રા, જાહેર સભા, શિક્ષણ અને સામાજિક પરિવર્તન હેતુ આગામી વર્ષમાં દિશા પ્રદાન કરતા વિવિધ પ્રસ્તાવો પણ પારિત કરવામાં આવશે. અધિવેશન જે સ્થાન પર આયોજિત કરવામા આવી રહ્યું છે તે સ્થાનને મહારાજ કૃષ્ણકુમારસિંહજી નગર રાખવામાં આવ્યું છે. તેમજ આ સભાગુહનુ નામ ગુરુ તેગબહાદૂર સભાગૃહ રાખવામાં આવેલ છે. પ્રદર્શનીનું નામ ગીજુભાઈ બધેકા અને ભોજનાલયનું નામ પરમ બજરંગદાસ બાપા ભોજનાલય રાખવામાં આવ્યું છે.
એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા માટે શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા,કલેક્ટર ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
<
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.