• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Chief Minister Bhupendra Patel Was Welcomed At Bhavnagar Airport, Sardar Patel Will Attend The Ceremony To Honor The Brilliant Students At The School.

CM ભાવનગરની મુલાકાતે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું, સરદાર પટેલ શાળા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહમાં હાજરી આપશે

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ CMનું સ્વાગત કર્યુ
  • મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીનું જ્ઞાન તુલા કરવામાં આવશે તેમજ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુરૂવારે સાંજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની એક દિવસની મુલાકાત આવી પોહચ્યાં છે. ભાવનગર ખાતે આવેલ સરદાર પટેલ શાળા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, અભિવાદન તથા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી બંનેનું જ્ઞાન તુલા કરવામાં આવશે. તેમજ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન યોજાશે.

એક દિવસીય મુલાકાતે પધારેલાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ પર પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, મેયર કિર્તીબાળા દાણીધારીયા, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ. ગાંધી, રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, મદદનીશ કલેક્ટર પુષ્પલત્તા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...