લોકાર્પણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદનાં ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીને આવકારવાં માટે હેલીપેડ ખાતે ધારાસભ્યો સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
  • મુખ્યમંત્રીએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સવારે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં. ગઢડા ખાતે નિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનાં લોકાર્પણ માટે પધારેલા મુખ્યમંત્રીએ ગઢડા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં. સ્વામી બ્રમ્હવિહારી સ્વામી તથા સંતગણે મુખ્યમંત્રીનું મંદિર પટાંગણમાં ઉષ્માભેર આવકાર્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે હેલીકોપ્ટર મારફતે એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં હતાં ત્યારે મુખ્યમંત્રીને આવકારવાં માટે હેલીપેડ ખાતે ધારાસભ્યો સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની સાથે પ્રદેશ ભા.જ.પ. અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાયાં હતાં. આ લીંબતરૂ યાત્રિક ભવનમાં 140 એ.સી.રૂમોની સગવડ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓ સાથેનાં આ યાત્રિક ભવનના નિર્માણથી યાત્રિકોની સગવડતામાં વધારો થશે.

આ અવસરે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ, સંતગણ પણ જોડાયો હતો. આ અવસરે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ પણ જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...