તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ દ્વારા કોરોના વાઇરસને કોષમાં પ્રવેશતો અટકાવવા કેમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ તૈયાર કરાયું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આવા પ્રોટિયેઝ ઇન્હિબિટર ડ્રગનું ભારતમાં સૌપ્રથમ વાર સિંથેસિસ કરાયું

ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કોરોના અટકાવતા પ્રોટિયેઝ ઇન્હિબિટર ડ્રગની શોધ કરાઈ છે. આ ડ્રગ કોરોના વાઇરસને કોષની અંદર દાખલ થતાં અટકાવે છે. જેથી કોષમાં તેની કોપી જ ન બને અને તે સ્વસ્થ શરીરના કોષના સંપર્કમાં પણ ન આવે. આ ડ્રગ અત્યારે ઉપલબ્ધ નથી. તેથી બીજા દેશમાંથી મંગાવવામાં આવે છે. સેન્ટ્રલ સોલ્ટનાં ત્રણ વૈજ્ઞાનિકો ડૉ. એસ.આદીમૂર્થી, ડૉ. સુભાષ ઘોષ અને ડૉ. સુકલ્યાન ભાદ્રની ટીમ દ્વારા કેમોસ્ટેટ મીથાયલેટ ડ્રગનું સિંથેસીસ કરવામાં સફળ રહ્યા છે.

સેન્ટ્રલ સોલ્ટ દ્વારા કેમોસ્ટેટ મીથાયલેટ માટે કોઈ કંપની પાસે માગણી કરવામાં આવી ત્યારે 1 કિલોગ્રામ માટે 15 લાખ થી વધુ માંગવામાં આવી હતી. અહીંના સાઇન્ટિસ્ટ દ્વારા આ જ ડ્રગ ને ફક્ત 20 હજાર રૂપિયા કિલોના ભાવે બનાવવામાં આવ્યું છે. અત્યારે સિંથેસિસ કરવામાં આવેલ ડ્રગ 90 ટકા શુદ્ધિ ધરાવે છે વૈજ્ઞાનિકો તેને 99 સુધી પહોંચાડવાના પ્રયત્નોમાં છે.

કોમર્શિયલ સ્તરે ડ્રગ બનાવવાની શરૂઆત થવી જોઈએ
અત્યારે ભારતમાં કોરોના માટે આ ડ્રગનાં કોઈ ટ્રાયલ કરવામાં આવ્યા નથી. હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સ ખાતેની યેલ યુનિવર્સિટીમાં આ ડ્રગ નો ફેઝ 2 પર ટ્રાયલ શરૂ છે. કોઈપણ દવાના ફેઝ 2 ટ્રાયલ માં તેની માણસો પર અસરો અને કોરોનાનાં અટકાવમાં તેની ભૂમિકા અંગે પરિણામો રજૂ કરવામાં આવે છે. યેલ યુનિવર્સિટી ખાતે માર્ચ 2021 સુધીમાં આ ટ્રાયલ પૂરા થઈ જશે. જો ભારતમાં કોમર્શિયલ સ્તરે કોઈ ડ્રગ બનાવવાની શરૂ કરે તો ભારતમાં પણ આ ડ્રગનાં ટ્રાયલ શરૂ કરી શકાય છે.

ભારતમાં મળતા રસાયણોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે
કેમોસ્ટેટ મીથાયલેટ નામનું ડ્રગ બનાવવામાં વપરાયેલા તમામ કેમિકલ ભારતમાં ઉપલબ્ધ છે. તેથી સિંથેસિસ માટે બીજા દેશો પર આધાર રાખવો પડે નહિ. ઉપરાંત લોકડાઉન દરમિયાન પાર્સલ સર્વિસ પણ ખૂબ વધારે પ્રતિકૂળ પરિસ્થતિ હતી. અત્યારે 25 ગ્રામ જેટલું ડ્રગ લેબોરેટરીમાં બનાવી નાખ્યું છે. આ આર એન્ડ ડી ઇન્સ્ટિટ્યૂટ હોવાથી મોટા સ્કેલ પર ડ્રગ બનાવી શકીએ નહિ. કોઈ ઇન્ડસ્ટ્રી કોમર્શિયલ રસ્તે આ ડ્રગને બનાવવા ઈચ્છતી હોય તો તેમને આવકારીશું. - ડૉ. એસ. આદીમૂર્થી, પ્રિન્સિપાલ સાઈનટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો