તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકપોસ્ટ:ભાવનગરમાં પ્રેવશ માટે ચેકપોસ્ટ શરૂ કરાઈ, હાલ કોરોનાના સંક્રમણ વધતા ડીડીઓએ નિર્ણય કર્યો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જિલ્લાની સરહદ પર ફરી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે જો કે હાલ ફરજિયાત નથી પણ તંત્ર વિચારણામાં છે કે ફરજીયાત કરવામાં આવે. કેરિયા ઢાળ અને અધેલાઈ બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ મળી આવશે તો તેને તંત્રના નિયમ પ્રમાણે ઘરમાં આઇસોલેટ થવું પડશે અને નિયમોનું પાલન કરવું પડશે.

ભાવનગર જિલ્લામા એક સમયે પ્રવેશવા માટે ચેકપોસ્ટ બની હતી એટલા માટે કે આવનાર વ્યક્તિઓ કોરોના સાથે લઈને જિલ્લામાં ન આવે. ત્યારે ફરી એક વર્ષ પછી માર્ચ 2021માં જિલ્લાની બોર્ડર પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં અધેલાઈ અને કેરિયા ઢાળ પાસે ચેક પોસ્ટ બનાવવામાં આવી છે જિલ્લામાં પ્રવેશનાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે કોરોનાના નવા સ્ટ્રેઇનના પગલે તંત્ર એલર્ટ થયું છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે જિલ્લાની સરહદ પર ચેકીંગ તો હાથ ધર્યું છે ત્યારે અધેલાઈ અને કેરિયા ઢાળ પર ઉભી કરાયેલી ચેકપોસ્ટમાં 441 ચેકીંગ થઈ ચૂક્યા છે જેમાં 5 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જિલ્લા પંચાયતના ડીડીઓ વરુણકુમાર બરનવાલએ ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ બંને સરહદ પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને ફરજીયાત કરવા માટે પણ વિચારણા ચાલી રહ્યા છે જ્યારે કોઈ પોઝિટિવ મળી આવશે તો તેને તંત્રના નિયમ પ્રમાણે પોતાના ઘરે આઇસોલેટ થવું પડશે અને વ્યવસ્થા નહિ હોય તો સરકારની વ્યવસ્થા હશે ત્યાં આઇસોલેટ થવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો