તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઉનાળાના આરંભે જ દિહોર પંથકના ચેકડેમો ખાલીખમ

દિહોર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હમીરપરા ડેમમાંથી પાણી છોડવામાં આવે તો હેઠવાસના તમામ ચેકડેમો ભરાઇ જાય
 • તો... કુવાના તળ ઉચા આવે,માછલીઓને જીવતદાન મળે

ઉનાળો શરૂ થતા જ તળાજાના દિહોર પંથકના ચેકડેમો ખાલીખમ થઇ ગયા છે જેથી આવતા દિવસોમાં પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે હમીરપરા ડેમમાંથી પાણી છોડવા માંગ ઉઠી છે.જો હમીરપરા ડેમ ભરાય તો આજુબાજુના ખેતરોના કુવાના તળ ઉંચા આવે.આ ઉપરાંત ચેકડેમોના ખુટી રહેલા પાણીમાં ટપોટપ મરતી માછલીઓને જીવતદાન મળે.

તળાજા તાલુકાના દિહોર ગામના પાદરમાંથી ઉતાવળી નદી નિકળે છે.દિહોરથી હેઠવાસમાં સમઢિયાળા,નેશીયા, હબુકવડ,ટીમાણા વગેરે ગામના પાદરમાંથી આજ ઉતાવળી નદી નિકળે છે.આ નદી પર અનેક ચેકડેમ બનાવવામાં આવ્યા છે આ ચેકડેમો ચોમાસામાં પાણીથી ભરેલા હતા અને હાલમાં ઉનાળો શરૂ થતા જ તળીયા ઝાટક થઇ યગા છે.કયાંક કયાંક માત્ર ખાબોચિયા ભરાયેલા રહયાં છે જે દિવસે દિવસે સુકાઇ રહયાં છે.દિહોરથી ઉપરવાસ ત્રણ-ચાર કિલોમીટર દુર ઉતાવળી નદી પર હમીરપરા ગામ પાસે ડેમ બનાવાયેલ છે જેમાં હજુ ઘણું પાણી છે આથી દિહોર અને હેઠવાસના ગામડાઓના લોકો અને ખાસ કરીને ખેડૂતોની માંગ છે કે હમીરપરા નદીમાં પાણી છોડવામાં આવે તો હેઠવાસના તમામ ચેકડેમો ભરાય જાય જેથી નદીની આસપાસના કુવાના તળ ઉંચા આવેવળી નદીના પટમાં જે ખાડાઓ ભર્યા છે તેમાં અસંખ્ય માછલીઓ છે તે મરવા લાગી છે જેથી આ ચેકડેમો ભરાય તો માછલીઓને પણ જીવતદાન મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો