બેંકમાં નોકરીની લાલચ આપી પાલિતાણાની યુવતી સાથે કુલ રૂ. 19,150ની છેતરપિંડી આચરનારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પાલિતાણામાં રહેતા અને ભગીની મિત્ર મંડળમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દર્શનાબેન જગજીવનભાઈ લકુમે ગત તા. 19/1ના રોજ ઓનલાઈન OLX પર બેંકમાં નોકરીની જાહેરાત જોઈ જેમાં તેમના સર વિશાલભાઈ મારૂના માર્ગદર્શન મુજબ ઓનલાઈન એપ્લાઈ કર્યું હતું.
જે બાદ સમયાંતર અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેક્શનમાં વિવિધ ચાર્જના નામે કુલ રૂ. 19,500 ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા અને તેમનું ટેલિફોનિક ઈન્ટરવ્યુ પણ લીધું હતું. જે બાદ જોઈનિંગ લેટર અને પાસબુક કુરિયર માટે ગત તા. 4/2ના રોજ 7,500ની માંગણી કરતા યુવતીને ફ્રોડ થયું હોવાની શંકા ગઈ તેથી તે ચાર્જ ચુકવ્યો નહી અને અત્યાર સુધી આપેલા પૈસા પરત માંગતા સામે છેડે રહેલા ગઠિયો છેલ્લે સુધી લડી લેવા માંગતો હોય તેમ રિફંડ ફોર્મ ભરવું પડશે અને તેના માટે તેને રૂ. 2,150 ભરવા જણાવ્યું હતું. અવારનવાર ફોન છતાં રકમ પરત નહી મળતા અંતે યુવતીએ પાલિતાણા ટાઊન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.