છેતરપિંડી:ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું કહી યુવતી સાથે છેતરપિંડી કરી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીઝ્માં રોકાણના પ્લાન જોયા હતા
  • રોકાણ તેમજ વિવિધ ચાર્જના નામે યુવતીએ લગ્ન માટે ભેગા કરેલા રૂ. 2,78,000 ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ

શહેરની એક યુવતીને મોટા વળતરના પ્લાન દેખાડી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી અઢી લાખથી વધારે રકમની છેતરપિંડી આચર્યાંની ફરિયાદ ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે. શહેરના દિવાનપરા વિસ્તારની એક યુવતીને એક મહિના પહેલા તા. 11/09ના રોજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ HARAMARIYAM1 પરથી રિક્વેસ્ટ આવી હતી જેને એક્સેપ્ટ કર્યાં બાદ તેની સ્ટોરીમાં ક્રિપ્ટોકરન્સી પ્લાન બતાવી તથા વ્હોટ્સ એપ નં. +1(678)723681 વ્હોટ્સપ નંબર પર પ્લાન બતાવી વિશ્વાસ કેળવી એકાઉન્ટ નં. 50100066891831માં રૂ. 15,000 ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના બહાને ટ્રાન્સફર કરાવ્યા હતા

જે બાદ પ્રોફિટના બહાના બતાવી લાલચ આપી IBBC સર્ટીના રૂ. 90,000, યુએસ ગવર્નમેન્ટના ટેક્સના રૂ. 75,000 તથા ડોલરમાંથી રૂપિયમાં કન્વર્ટ અને પૈસા ટ્રાન્સફર કરવા માટે રૂ. 98,000 તથા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી રૂ. 2,78,000ની ઉચાપત કરી જઈ કોઈ પણ પ્રકારનું રિફંડ નહી આપી છેતરપિંડી આચરવામાં આવી હતી.

જે અંગે યુવતીએ ઉક્ત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક અને વ્હોટ્સ એપ નંબરના ધારક વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે યુવતીએ નોકરી કરીને પોતાના લગ્ન માટે આ રકમ ભેગી કરી હતી પરંતુ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે આ રકમની ઉચાપત થઈ હતી. આ અંગે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...