દિન વિશેષ:ચાતુર્માસ : ભોજન ઘટાડી ભજન વધારવાનો સમયગાળો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ સંસ્કૃતિમાં આ ચાર માસમાં જપ,તપ અને સંયમ તથા ભક્તિના મહિમા માટે વિખ્યાત
  • આજથી વ્રતોની ​​​​​​​ઉજવણીનો આરંભ થશે

અષાઢ શુદ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. આ વર્ષે અષાઢ શુદ એકાદશી તા.10 જુલાઇને રવિવારે છે. જે તા.4 નવેમ્બરને શુક્રવારે દેવઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થશે. આ ચાર માસ કારતક શુદ એકાદશી સુધીના સમયને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે.

કારતક શુદ એકાદશી ‘દેવઉઠી એકાદશી’ તરીકે ઓળખવામાં આવે છે. ચાતુર્માસ એટલે ચાર માસનો સમયગાળો, અષાઢના પંદર દિવસ, શ્રાવણ, ભાદરવો અને આસો તથા કારતકના પંદર દિવસ... હિન્દુ સંસ્કૃતિમાં આ ચાર માસમાં જપ,તપ અને સંયમ તથા ભક્તિના મહિમા માટે વિખ્યાત છે.

ધ્યાન, જપ અને સત્સંગમાં સમય વિતાવવાથી અંદરની શક્તિઑ જાગૃત થાય, ચેતનાઓનો વિકાસ થાય, પ્રજ્ઞાનો ઉઘાડ થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે, આત્માની ઉન્નતિ થાય. આથી જ આ સમયગાળામાં ભોજન ઓછું કરવાનો અને ભજન વધુ કરવાનો મહિમા ગવાયો છે. ચાર માસ દરમિયાન અનેકવિધ વ્રતોની ઉજવણી આવશે .

શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષી જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયમાં સૂર્ય ક્રમશઃ કર્ક, સિંહ,કન્યા અને તુલા રાશિમાં ભ્રમણ કરે છે. કર્ક=ચંદ્ર- મનનો કારક, સિંહ= સૂર્ય-આત્માનો કારક, કન્યા=બુધ-બુધ્ધિનો કારક, તુલા=શુક્ર- પ્રકાશનો, વિલાસ અને ભોગનો કારક.

અર્થાત આ ચાર મહિના મનને સંયમિત રાખવું, આત્માને ઉંચાઇ પ્રદાન કરવા પ્રયત્નશીલ બનવું, બુધ્ધિને નિયંત્રિત કરવી અને પ્રકાશને પામવા માટે ભોગોથી દૂર રહેવું.ચાર માસના આ સમયગાળા દરમિયાન આવતા શ્રાવણ માસમાં લીલા શાકભાજી ન ખવાય, પાંદડામાં કીડા-કિટકો હોય, ભાદરવામાં દહી ન ખવાય.. પિત્ત અને અમ્લ થાય, આસો માસમાં દૂધ ન પીવાય, પાણી દૂષિત હોય અને કારતક માસમાં દાળ ન ખવાય, કફ થાય, જઠરાગ્નિ મંદ પડે.

આજની એકાદશીની પૂજાની વિધિ
દેવશયની એકાદશીના દિવસે ઇષ્ટદેવની ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની પ્રતિમા- મુર્તિને પ્રથમ શુદ્ધ જળથી, ત્યારપછી પંચામૃત ( દૂધ,ઘી,દહી,મધ,સાકર)થી સ્નાન કરવી, ભગવાનને ચંદનનો ચાંદલો કરી, પુષ્પ, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ ચઢાવવા, યથાશક્તિ ફળ-ફલડી ધરવા, ભોગ ધરાવો, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી: હે ! પ્રભુ મારા જીવન અને મનને શુધ્ધતા બક્ષો, કર્મને નિર્મળ બનાવો, બુધ્ધિ અને બળમાં વૃધ્ધિ કરો ! મારા જીવતરને સાર્થક બનાવવા યથાશક્તિ ક્ષમતા આપો.

અન્ય સમાચારો પણ છે...