તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:ચણિયાચોળી, ભરતકામ કરતી 6000 મહિલાઓ બેકાર, નવરાત્રી મંજૂરી આપે તેવી કારીગરો દ્વારા માંગ ઉઠાવવામાં આવી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચણિયાચોળીમાં ટીકા,કાચ, મોતી,કોડી,આભલાં ભરતાં બહેનોને મુશ્કેલી
  • પાલીતાણાનો હાથભરત, દેશીભરત, આરીભરતનો ગૃહઉદ્યોગ રાજ્યમાં જાણીતો

કોરોના કાળમાં નવરાત્રી મહોત્સવના આયોજનને લઇને પાલીતાણાના ચણિયાચોળી, ભરતકામના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6000 મહિલા કારીગરો ચિંતિત બન્યા છે.જો ગરબા કાર્યક્રમો સંપૂર્ણપણે નહિ યોજાય તો તેમની આર્થિક સ્થિતિ કફોડી બને તેમ છે.ગુજરાતમાં બગસરા,રાજકોટ,અમદાવાદ સાથે પાલીતાણા પણ આ ક્ષેત્રમાં નામના ધરાવે છે.

નવરાત્રી માટે ચણીયાચોળીના વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ચણિયાચોળીમાં હાથભરત, દેશીભરત, આરીભરત બને છે. જેમાં હાથભરતની ચણિયાચોળી વધુ વખણાઈ છે. ચણિયાચોળીમાં ટીકા લગાવવા, કાચ લગાવવા, મોતી, કોડી, આભલા ભરવા જેવી કામગીરી કરી બહેનો ગુજરાન ચલાવી રહ્યા છે.ઉપરાંત ભરતકામમાં પરોક્ષ રીતે દરજી, ધોબી જેવા વ્યવસાયકારો પણ જોડાયેલા છે.પાલીતાણા ખાતે વેપારીઓના જણાવ્યા અનુસાર કાચો માલ અગાઉથી ખરીદી લીધેલો પડ્યો છે. તેમજ અગાઉનું પેમેન્ટ બાકી હોય નવરાત્રીની મંજૂરી મળે તો જ તે રકમ મળે તેમ છે.

દર વર્ષે ડિઝાઇન ફરતી રહેતી હોય છે,જેથી હવે દિવસો ઓછા છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય વિચારણા કરી નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે મંજૂરી આપે તેવી કારીગરો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

મહિલા આધારીત આ ઉદ્યોગને સરકાર સહાય આપે
લગ્ન પ્રસંગ હોય કે નવરાત્રિ પ્રસંગ લઈને બેઠેલા લોકો ચણિયાચોળી અને ભરતકામની ખરીદી માટે એકવાર પાલિતાણા આવે જ છે. પાલિતાણામાં ભરત કામ અને ચણિયાચોળીનો ઉદ્યોગ બારેમાસ ચાલે છે. પણ કોરોનાને કારણે લગ્નસિઝન બેકાર ગઈ અને હવે નવરાત્રિ પણ થવાની નથી ત્યારે અમારી રોજીરોટીની ચિંતા વધી છે. સરકારે મહિલાઓ આધારીત આ ગૃહ ઉદ્યોગને ટકાવી રાખવા સહાય આપવી જોઈએ. > જયશ્રીબેન, ભરતકામના કારીગર

અન્ય સમાચારો પણ છે...