તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદયાત્રા:છેલ્લા 38 વર્ષથી પરંપરા મુજબ ચામુંડા મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી ચોટીલા પદયાત્રાનું આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
 • આજે વહેલી સવારે શહેરના તળાજા રોડ કાચના મંદિરથી પદયાત્રા રવાના થઈ
 • આ સંઘ પાંચ દિવસે ચોટીલા પહોંચી 52 ગજની ધજા ચડાવશે

ભાવનગર શહેરના તળાજા રોડ કાચના મંદિર પાસેથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરથી ચોટીલા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજે સવારે રવાના થઈ હતી. ચામુંડા મિત્ર મંડળ છેલ્લા 38 વર્ષથી પદયાત્રાનું આયોજન કરે છે,

આ સંઘ છેલ્લા 38 વર્ષથી ચોટીલા જાય છે અને શહેરના ભરતનગર કાચના મંદિર પાછળથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ સંઘ પાંચ દિવસે ચોટીલા પહોંચી 52 ગજની ધજા ચડાવી ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે,

ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરથી ચોટીલા પદયાત્રા પાંચ દિવસ પહોંચશે. જેમાં તેઓ ભાવનગરથી વલ્લભીપુર, પચ્છેગામ, કંથારીયા, રાજપરા, મોટા રતનપર, શિયાનગર થઈ બીજા દિવસે ઝીંઝાવદર પહોંચી રાત વિસામો કરશે, ત્યાંથી સવારે રવાના થઈ સરવઈ, તાજપર, બોટાદ, પાળીયાદ પહોંચી ત્રીજા દિવસે રાત્રી વિસામો કરશે, ત્યાંથી રવાના થઈ રતનપર, ગઢળીયા, નડાળા, લિંબાળા, ધજાળા, ધાંધલપર ચોથા દિવસે પહોંચી રાત વિસામો કરશે, ત્યાં સવારે રવાના થઈ રાતકડી મોરસલ, નાનુ પાળીયાદ થઈ પાંચમાં દિવસે ચોટીલા પહોંચશે, અને પહોંચી ચામુંડા મિત્ર મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો