અધિકારીઓએ માર માર્યાનો આક્ષેપ:ભાવનગરની સેન્ટ્રલ એક્સાઈઝ કચેરીમાં રોલિંગ મીલ એસોસિએશનના હોદેદારોને બોલાવી મારામારી કરાઈ, મંગળવારે પણ ઘર્ષણ થયું હતું

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલ રોલિંગ મિલમાં મંગળવારે એક્સાઈઝના અધિકારી અને મિલ માલિકો વચ્ચે ઘર્ષણ થયું હતું
  • એક્સાઈઝના અધિકારી દ્વારા આજે રોલિંગ મીલ એસોસિએશનના હોદેદારોને મિટીંગ માટે બોલાવ્યા હતા

ભાવનગર CGST અને સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગના અધિકારીઓ સામે રોલિંગ મીલ એસોસિએશનના હોદેદારો દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે. ભાવનગરની ગોપાલ રોલિંગ મીલમાં મંગળવારે થયેલા ઘર્ષણની ઘટના મામલે અધિકારીઓએ આજે ચર્ચા માટે બોલાવી એસોસિએશનના હોદેદારો સાથે ઓફિસમાં મારામારી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

મંગળવારે સિહોરના ઘાંઘળીમાં એક જ પ્લોટની અંદર જુદા જુદા નામની બે ફેક્ટરીઓ આવેલી છે તેમાં ટ્રક ભરીને કાચો માલ આવ્યો હતો, જે ગેટની અંદર પ્રવેશતા તેની પાછળ CGST અને સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને ઇન્વોઇસ, ઇ-વે બિલમાં દર્શાવ્યા પ્રમાણેની ફેક્ટરીમાં માલ આવ્યો નહીં હોવાની દલીલો કરી હતી.

ફેક્ટરી પ્રીમાઇસીસની અંદર કોઇપણ જાતના સમન્સ કે પંચને સાથે રાખ્યા વિના CGST અને સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગના અધિકારીઓ ઘૂસી જતા ફેક્ટરીના માલીકો, કર્મચારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થયુ હોવાનો રોલિંગ મીલ એસોસિએશનના હોદેદારો આક્ષેપ કરાયો હતો. ​​​​​​​હોદેદારોએ કહ્યું હતું કે, અમે મંગળવારે ભાવનગરમાં હાજર ના હોવાથી ગોપાલ રોલિંગ મીલના માલિકોને મામલો શાંત પાડવા માટે અપીલ કરી હતી.ભાવનગરમાં મંગળવારે ગોપાલ રોલિંગ મીલમાં ચેકીંગ સમયે પણ હાથાપાઈની ઘટના બની હોવાની ચર્ચા છે. જો કે, આ મામલે CGST અને સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવવામા આવી નથી.

મંગળવારની ઘટના બાદ બુધવારે રોલિંગ એસોસિએશનના હોદેદારો ભાવનગર પહોંચતા તેઓને સીજીએસટીના અધિકારીઓ દ્વારા ઓફિસ પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. કચેરીમાં જ ચર્ચા દરમિયાન અધિકારીઓએ ગેરવર્તન કરી મારામારી કરી હોવાનો રોલિંગ મીલ એસોસિએશનના હોદેદારોએ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...