તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ફાટ્યો જ્વાળામુખી:બે જ દિવસમાં કોરોનાની સેન્ચ્યુરી

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 428ને આંબી ગઇ
 • બેદરકારી બાદ બીજી લહેરમાં ઉછાળો : શહેરમાં 43 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા, 26 દર્દી કોરોનામુક્ત
 • શુક્રવારે 60 કેસ મળ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં 60 પોઝિટિવ કેસ મળતા કોરોનાનો હવે જ્વાળામુખી ફાટ્યો છે તેમ કહી શકાય. આથી દર બે કલાકે 6 પોઝિટિવ મળવા લાગ્યા છે. ગઇ કાલે 43 પોઝિટિવ કેસ મળ્યા બાદ આજે 60 કેસ થતા એપ્રિલના બે જ દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો 103 ગયો છે. ભાવનગર શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દી 328 થઇ ગયા છે જયારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ પણ આંકડો 100 થઇ જતાં સમગ્ર જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 428ના આંકે આંબી ગઇ છે.

આજે ભાવનગર શહેરમાં બીજી લહેરમાં વિક્રમજનક 43 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 29 પુરૂષ અને 14 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 18 દર્દી કોરોનામુક્ત થયા હતા જેમાં 12 પુરૂષ અને 6 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 4750 કેસ નોંધાયા છે અને તે પૈકી 4378 સાજા થઇ જતાં શહેર કક્ષાએ કોરોનાનો રિકવરી રેઇટ 92.17 ટકા થઇ ગયો છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સિહોરમાં 74 વર્ષીય પુરૂષ, પાલિતાણામાં 39 વર્ષીય પુરૂષ, ઉમરાળાના વાંગધ્રામાં 42 વર્ષીય પુરૂષ, સિહોરના સણોસરામાં 69 વર્ષીય પુરુષ, તળાજાના ઠળીયામાં 71 વર્ષીય પુરૂષ, સિહોરના રામધરીમાં 28 વર્ષીય પુરુષ, વલ્લભીપુરના રાજપરામાં 56 વર્ષીય મહિલા, મહુવામાં 55 વર્ષીય મહિલા, ગારિયાધારના વેળાવદરમાં 55 વર્ષીય પુરુષ, ભાવનગરના કોબડીમાં 54 વર્ષીય મહિલા, ઉમરાાળના લંગાળામાં 35 વર્ષીય પુરૂષ, પાલિતાણાના નાની રાજસ્થળીમાં 42 વર્ષીય પુરૂષ, સિહોરના સણોસરામાં 54 વર્ષીય મહિલા, તળાજાના સથરામાં 52 વર્ષીય મહિલા, સિહોરના સણોસરામાં 57 વર્ષીય પુરૂષ, ઉમરાળાના લંગાળામાં 65 વર્ષીય મહિલા અને રંઘોળામાં 47 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોનાના કુલ 2281 કેસ નોંધાયા છે અને તેની સામે કુલ 2154 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં રિકવરી રેઇટ ઘટીને 94.43 ટકા થઇ ગયો છે.

સમગ્ર જિલ્લામાં કુલ કેસ 7000ને વટી ગયા
આજે ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ કેસનો આંક 7000ને વટીને 7031 થઇ ગયા હતા અને તે પૈકી 6532 દર્દીઓ સાજા થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 92.90 ટકા થઇ ગયો છે. માર્ચ મહિનાના આરંભે સમગ્ર જિલ્લામાં રિકવરીરેટ 98 ટકા હતો.

33 દિવસમાં 399 એક્ટિવ દર્દી વધ્યા
ભાવનગર શહેર અને જિલ્લામાં પહેલી માર્ચે કોરોનાની સારવાર લઇ રહેલા એક્ટિવ દર્દીઅોની કુલ સંખ્યા માત્ર 29 હત તે દિન-પ્રતિનિન વધતી જતા આજે 33 દિવસના અંતે 428 થઇ જતાં આ એક માસ અને બે દિવસમાં સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 399નો આસમાની ઉમેરો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો