તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાના પાણીની વ્યવસ્થા:સેન્ટ્રલ સોલ્ટે જાફરાબાદના 10,000 લોકોને પાણીની જરૂરિયાત સંતોષી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વોટર પ્યુરીફિકેશન વાન દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં પીવાના પાણીની અછતના પગલે મદદ

ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ દ્વારા તાજેતરમાં આવેલ વાવાઝોડા દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એવા રાજુલા અને જાફરાબાદ માં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેન્ટ્રલ સોલ્ટની વોટર પ્યુરીફિકેશન વાન મોકલીને 10 હજાર લોકોને રોજિંદા 35 હજાર લિટર પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં આવેલા સાયકલોન માં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર નાં બીજા વિસ્તારોમાં પણ નુકસાન થવા પામ્યું હતું.

અમરેલી નાં રાજુલા અને જાફરાબાદ માં ઘણા બધા વીજળી નાં થાંભલા પડી જવાથી ઇલેક્ટ્રિક તંત્ર ખોરવાયું હતું અને પીવાના ચોખ્ખા પાણીની ખૂબ અછત સર્જાઈ હતી. સેન્ટ્રલ સોલ્ટ દ્વારા વિકસિત થયેલ વોટર પ્યુરીફિકેશન/ ડીસેલીનેશન વાન આ વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. આ વાન ની ખાસિયત એ છે કે તેને શુદ્ધ પાણી તૈયાર કરવા માટે કોઈ પણ પ્રકારનાં બાહ્ય વીજ પુરવઠા ની જરૂર નથી કેમ કે વાહન નું એન્જિન જ જાતે જ જરૂરી વીજળી ઉત્પન્ન કરે છે.

આ વાન મેડ ઈન ઈન્ડિયા અને મેમ્બ્રેન ટેકનોલોજી થી બનેલી છે. સ્થાનિક અધિકારીઓ ની મદદ થી, આ વાન સતત અસરગ્રસ્ત લોક વિસ્તાર ને શુદ્ધ પાણી પ્રદાન કરી રહી છે અને ત્યાં સુધી કરશે કે જ્યાં સુધી હાલનો પાણી પુરવઠો સંપૂર્ણ રીતે પુન:સ્થાપિત ન થાય. એક વાન “રાજુલા મેજિસ્ટ્રેટ ઓફિસ” પાસે રાખવા માં આવી છે જેથી સમગ્ર રાજુલા તાલુકા માં પાણી પહોચાડી શકાય. આશરે દરરોજ 30,000 લિટર પાણી ટેન્કર દ્વારા પુરૂ પાડવામાં આવતું હોય છે. બીજી વાન જાફરાબાદ ના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર માં મૂકવામાં આવી છે કે જ્યાં નગર-પાલિકાના ચીફ ઓફિસર અને સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈની ટીમ સાથે લોકોને પીવાનું પાણી આપી શકે.

ભૂતકાળમાં પણ કુદરતી આફતો દરમિયાન મદદ
ભૂતકાળમાં પણ પશ્ચિમ બંગાળમાં ચક્રવાત આઈલા (2009), ઉત્તરાખંડમાં પૂર (2013), ઓડિશામાં ચક્રવાત ફેલિન (2013), મહારાષ્ટ્રના લાતુરનું વાવાઝોડું (2016), કેરળમાં પૂર (2018), અને ઓડિશામાં ચક્રવાત ફણી (2019) દરમિયાન આ વાનનો ઉપયોગ થયેલો છે.

અન્ય સમાચારો પણ છે...