સૂચના:ગુજકેટની પરીક્ષાના દિવસે સેન્ટર હોય ત્યાં મધ્યસ્થ મૂલ્યાંકન બંધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24મીએ ગૌણ સેવા મંડળની પરીક્ષા
  • 18 એપ્રિલ અને 24 એપ્રિલે બોર્ડની ઉત્તરવહી ચકાસણી બંધ રહેશે, પછીના દિવસે પુન: આરંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ અને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોય જ્યાં જ્યાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકન થઈ રહ્યું છે તેવા કેન્દ્રો માટે અગત્યની સૂચના આપવામાં આવી છે. જે મુજબ આ પરીક્ષા હોય તે દિવસે મધ્યસ્થ મૂલ્યાંકન કાર્ય બંધ રહેશે તેમજ પછીના દિવસે મૂલ્યાંકન કાર્ય ચાલુ રાખવાનું રહેશે.

તા.18 એપ્રિલે રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ગુજકેટની પરીક્ષા હોય જે શાળાઓમાં કેન્દ્ર ફાળવાયા હોય અને મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી પણ ચાલુ હોય તો તે કેન્દ્રમાં એક દિવસની રજા રાખવાની રહેશે તેમજ 19 એપ્રિલના રોજ મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવાનું રહેશે. જો શાળા સંકુલમાં અન્ય બિલ્ડીંગ ઉપલબ્ધ હોય તો તે બિલ્ડિંગમાં મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય ચાલુ રાખી શકાશે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

તા.24 એપ્રિલના રોજ ગૌણ પસંદગી સેવા મંડળની પરીક્ષા હોય જે બિલ્ડીંગમાં આ પરીક્ષા માટે સેન્ટર ફાળવ્યું હોય અને સાથે મધ્યસ્થ મૂલ્યાંકન પણ હોય તો ત્યાં મધ્યસ્થ મૂલ્યાંકન કાર્યમાં એક દિવસની રજા રાખવાની રહેશે અને તે શિક્ષકો પોતાની શાળામાં ગૌણ સેવા મંડળની પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા હોય તેઓને એક દિવસની રજા આપવી તેમજ બીજા દિવસે તારીખ 25 એપ્રિલના રોજ બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય રાબેતા મુજબનું શરૂ રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...