કેન્દ્ર કાર્યરત:અલંગની ક્ષમતા બમણી કરવા માટે કેન્દ્ર કાર્યરત : શિપિંગ મંત્રી સોનોવાલે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન શિપ રીસાયકલિંગ શરૂ થઈ
  • મંગળવારે કન્ટેનર ઉત્પાદન, અલંગ યાર્ડની મુલાકાતે કાફલો આવશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે "ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ' પરના આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સંબોધનમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર ગુજરાતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકિંગ ક્ષમતા બમણી કરવા પર કામ કરી રહ્યું છે, જે આખરે રોજગારીની તકો બમણી કરશે. મંગળવારે કેન્દ્રીય મંત્રી સોનોવાલ સહિતનો મુલાકાતી કાફલો ભાવનગરમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યાર્ડ અને બાદમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે.

ભાવનગર જિલ્લાના અલંગ ખાતેના શિપબ્રેકિંગ એકમો દર વર્ષે લગભગ 200 જહાજોનું રિસાયક્લિંગ કરીને 3.5 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરે છે, એમ સોનોવાલે જણાવ્યું હતું."ઉદ્યોગ 15,000 લોકોને પ્રત્યક્ષ રીતે અને 1.5 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગાર પ્રદાન કરે છે." સોનોવાલે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય દરિયાકાંઠાના શિપિંગ દ્વારા નીતિને પ્રમોટ કરવા માટેની વ્યૂહરચના ઘડવા માટે એક અભ્યાસ કરી રહ્યું છે.

તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે નીતિ હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલને હબ અને સ્પોક મોડલ તરીકે વિકસાવવામાં આવશે. ઘોઘા અને હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થઈ ગઈ છે, પીપાવાવ અને મુલદ્વારકા વચ્ચે સમાન સેવાને મંજૂરી આપવામાં આવી છે," તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, તેમની સરકારે રાજ્યમાં લગભગ 1.75 લાખ ટુ-વ્હીલર, 65,000 ફોર-વ્હીલર અને 14,000 હેવી-ડ્યુટી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપી દીધી છે. અલંગના મોટાભાગના પ્લોટમાં એચકેસી અને અન્ય આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની કામગીરી થઇ રહી છે, શ્રેષ્ઠ સગવડતાઓ અહીં મોજુદ છે.

અલંગ બમણી ક્ષમતા માટે પર્યાવરણની દ્રષ્ટિએ સક્ષમ
ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ' પરના આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જીએમબીના વરિષ્ઠ અધિકારી અતુલ શર્માએ જણાવ્યુ હતુકે, અલંગની ક્ષમતા બમણી કરવામાં આવે તો પણ પર્યાવરણને લગતી બાબતો માટે તે સક્ષમ છે, અહીંનો દરિયો પર્યાવરણની દ્રષ્ટિએ સારો છે.

અન્ય સમાચારો પણ છે...