તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓ માટે સુવિધા:ટ્રાવેલિંગ માટે RTPCR રિપોર્ટ કરાવવા માટે ભાવનગરના હલુરિયા આરોગ્ય કેન્દ્રમાં સેન્ટર ઉભુ કરાયું

ભાવનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરિમયાન RTPCR રિપોર્ટ કરાવી શકાશે

ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને કોઇ કારણોસર બહાર જવાનું થતું હોય છે. તેવા લોકો માટે RTPCR રિપોર્ટ કરવાનો હોય છે. તેવામાં લોકોને ખબર નથી હોતી કે ક્યાં જવું આ માટે શહેરમાં એક કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. હુલરિયા ચોક ખાતે આરોગ્ય કેન્દ્રમાં RTPCR રિપોર્ટ કરાવી શકાશે.

જે વ્યક્તિઓને બહારગામ જવું હોય અને RTPCR રીપોર્ટ કરવાનો તેવા વ્યક્તિઓએ હલુરિયા ચોક ખાતે આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીલવાડા, હલુરિયા ચોક, સોની જ્ઞાતિની વાડી વાળો ખાંચો, કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરની સામે RTPCR રીપોર્ટ કરાવવા જઇ શકે છે. આ રિપોર્ટ સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરિમયાન કરાવી શકશે.

ભાવનગર સર ટી હોસ્પિટલના હાર્દિક ગાઠાનીએ જણાવ્યું હતું કે જે લોકોએ ટ્રાવેલિંગ માટે જેઓને RTPCR રીપોર્ટ કરવાનો હોય તેઓએ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીલવાડા, હલુંરીયા ચોક, સોની જ્ઞાતિની વાડી વાળો ખાંચો, કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરની સામે જવું. સર ટી. હોસ્પિટલ ખાતે ટ્રાવેલિંગ માટે RTPCR સેમ્પલ લેવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો