ગમ્મત સાથે જ્ઞાન:કાળીયાબીડની તક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ ખાતે ટ્રેડિશનલ ડે તેમજ પ્રોફેશનલ ડે ની ઉજવણી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી.કોમ અને બી.એસસી. અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

તક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કાળીયાબીડ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું કામ સતત કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા હેતુથી આગામી સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે લગાવ વધે તે માટે તા. 2જી માર્ચનાં રોજ ટ્રેડિશનલ ડે તથા વ્યવસાયિક દેખાવ પ્રત્યે સમજણ કેળવાય તેવા હેતુથી તા.3 માર્ચ નાં રોજ પ્રોફેશનલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના બી.કોમ અને બી.એસસી. અભ્યાસક્રમના દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સપ્તાહના આગામી દિવસોમાં અન્ય દિવસોની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ પ્રસંગે તક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મૌલિક પાઠક, આચાર્ય તથા શિક્ષકગણ એ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...