તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સેન્ટ્રલ સોલ્ટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રફુલ્લચન્દ્રરાયના વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન અને હાનિકારક જીવાણું વિશે ચર્ચા કરવામાં આવી

સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર દ્વારા સીએસઆઈઆર જિજ્ઞાસા વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ અંતર્ગત આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી માટે પરિસંવાદ(વેબિનાર) નું આયોજન કરવામાં આવ્યુ હતું. કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થાન ભાવનગર એ તા. 31 ઓગસ્ટ ના રોજ યોજાયેલ ઓનલાઇન પરિસંવાદ માં ડૉ. ડુંગર રામ ચૌધરી , પ્રધાન વૈજ્ઞાનિક એ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

ડૉ.ચૌધરી એ આચાર્ય પ્રફુલ્લ ચન્દ્ર રાયના જીવન તથા વિજ્ઞાન જગતમાં તેમના યોગદાન વિષે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા. કાર્યક્રમને આગળ વધારતા સીએસઆઈઆર- ના વૈજ્ઞાનિક ડૉ. શ્રુતિ ચેટર્જીએ વિદ્યાર્થીઓને સૂક્ષ્મ વિજ્ઞાન તથા જીવાણુઓ વિષે સમજાવ્યું હતું. તેઓએ સમજાવ્યું કે કેવી રીતે સૂક્ષ્મ વિજ્ઞાન નો અભ્યાસ કરી પોતાના ક્ષેત્રમાં સફળ થઈ શકાય છે. એમણે જીવાણુઓ થી થતા રોગો તથા તેનાથી બચાવના ઉપાયો વિશે વાત કરી.

તેમણે લાભદાયક ની સાથે હાનિકારક જીવાણુઓ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. તેઓએ એન્ટિબાયોટિક દવાઓના લાભ તથા એન્ટિબાયોટિક પ્રતિરોધથી આપણા શરીર પર થતા પ્રભાવ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ એન્ટિબાયોટિક પર દેખાડેલ સ્લાઈડ્સ અને વીડિઓને ખુબ રૂચિપૂર્વક જોયા અને પોતાની વૈજ્ઞાનિક જિજ્ઞાસા અનુસાર પ્રશ્ન પૂછ્યા જેમના જવાબ ડૉ. શ્રુતિ ચેટર્જીએ ખૂબ રસપ્રદ રીતે આપ્યા. આ કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલય ( દીવ, ભાવનગર તથા અમરેલી ), કેન્દ્રીય વિદ્યાલય , દીવ તથા સરકારી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય , દીવ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...