તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી:સંસ્કાર ભારતી દ્વારા સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સામાજિક, શૈક્ષણિક, કલા ક્ષેત્રના કાર્યક્રમોનું આયોજન કરવા માટે સમિતિની રચના

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપક્રમે ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધતાપૂર્ણ વિષયોને આવરી લેતા કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે ભારતમાં કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે સૌથી મોટું સંગઠન કરાવતી અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતીના ઉપક્રમે સંસ્કાર ભારતી સ્વતંત્રતા અમૃત મહોત્સવના શીર્ષક હેઠળ મહોત્સવ યોજાશે. આ સંસ્કારોત્સવ માટેની ગુજરાત પ્રાંતના વિવિધ ક્ષેત્રના આગેવાનોને લઇને એક પ્રાંતિય સમિતિ ગુજરાતના પૂર્વ સાંસ્કૃતિક મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચવામાં આવી છે.

સમગ્ર ઉત્સવને ગુજરાત પ્રાંતના છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ અને પાટણનો સમાવેશ થાય છે. ગુજરાતની ચિત્ર કલા, સાહિત્ય કલા, સંગીત, નાટ્ય, લોક કલા અને નેતૃત્વ કલાના ક્ષેત્રે સન્માનિત થયેલા તેમજ અન્ય સેંકડો કલાકારો આ મહોત્સવમાં જોડાશે.

આ માટે વિવિધ કલા ક્ષેત્રના સંયોજકો જેમાં સાહિત્ય ક્ષેત્રે જયેન્દ્રસિંહ જાદવ, સંગીત ક્ષેત્રે કૃષ્ણ ભાવે, નાટ્ય ક્ષેત્રે પંકજ ઝાલા, ચિત્ર ક્ષેત્રે સી.ટી.પ્રજાપતિ, નૃત્ય ક્ષેત્રે સ્મૃતિબહેન વાઘેલા, લોકકલા ક્ષેત્રે નીતિનભાઇ દવે, પ્રાચીન કલા ક્ષેત્રે કપિલભાઇ અને આદિજાતિ સંસ્કૃતિ ક્ષેત્રે ભગવાનભાઇ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે પત્ર વ્યવહાર અને સંપર્ક માટે રમણીકભાઇ ઝાપડીયા,સંસ્કાર ભારતી સ્વતંત્રતા અમૃત મહોત્સવ કાર્યાલય, 18, રંગ, રાજન સોસાયટી, વિધાગ-3, ગજેરા સ્કૂલની બાજુમાં, કતાર ગામ, સુરતનો સંપર્ક કરવો. આ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંતવાણી, ડાયરા વિ.નો સમાવેશ કરાશે.

અન્ય સમાચારો પણ છે...