તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ઇન્ડિયન રેડક્રોસ દ્વારા ચક્ષુદાન જાન જાગૃતિ પખવાડીયાની ઉજવણી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર દરમીયાન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા ઘ્વારાચક્ષુદાન જનજાગૃત્તિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. અવેરનેસ કાર્યક્રમો પત્રીકા વિતરણ– સર્કલોમાં પ્રદર્શન– વકતવ્ય બાળકોની દૃષ્ટિ ચકાસણી, સંકલ્પપત્રો ભરવા સહિતના કાર્યક્રમો યોજાશે. સમગ્ર વિશ્વમાં 25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા ઘ્વારા આ પખવાડીયા દરમિયાન 20 જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

ચક્ષુદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી નિમિતે તારીખ:૨૫ ઓગષ્ટ થી 9 સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, વિવિધ શાળાઓમાં તથા જાહેર સર્કલો પર પોસ્ટર પ્રદર્શન, પત્રિકા વિતરણ તથા સંકલ્પ પત્ર ભરવાનો કાર્યક્રમ, સોશ્યલમીડીયા ધ્વારા જનજાગૃતિ અને વાર્તાલાપ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...