તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સાથે પારિવારિક શાંતિ અને ઉન્નતિના મહાપર્વ "શીતળા સાતમ" ની ઉજવણી કરાઈ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ દ્વારા શીતળા માતાની પંચષોડોપ્ચાર પૂજા-અર્ચના સાથે "ટાઢું" ભોજન આરોગવાની રસમ અકબંધ

કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વ જન્માષ્ટમી પર્વ શ્રૃંખલા ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને એક બાદ એક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા લોકો ઉત્સાહભેર તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યાં છે ત્યારે શારીરિક સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ-પ્રગતિ નું પર્વ એટલે શીતળાસાતમની આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર ગોહિલવાડ જન્માષ્ટમી મહાપર્વોની હારમાળાની ઉજવણીમાં ઓતપ્રોત બન્યું છે ત્યારે પ્રથમ નાગપંચમી, રાંધણ છઠ્ઠ પર્વની ઉજવણી કર્યા બાદ આજરોજ ચોસઠ જોગણી પૈકી એક એવી દૈવી મા શીતળાનું પર્વ શીતળા સાતમની આજરોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરના ઘોઘા રોડ પર રાજાશાહી કાળથી ભવ્ય મંદિરમાં શીતળા માતાનું સાનિધ્ય સોહાયમાન છે સેંકડો વર્ષોથી લાખ્ખો લોકોના આસ્થાનું કેન્દ્ર બનેલાં આ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણવદ સાતમ - શિતળા સાતમના દિવસે મા નો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવે છે.

અહીં વહેલી સવારે વિશેષ પૂજા-અર્ચના સાથે માતાને "ટાઢા" ભોજનનો નૈવેદ્ય ધરવામાં આવે છે તથા દુર દૂર થી સેંકડો માઈ ભક્તો માઁ ના દર્શને પધારે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ ને પગલે નિજમંદિરમા કોઈ જ રંગારંગ કાર્યક્રમ નહીં યોજાય ઔપચારિકતા ને પ્રાધાન્યતા સાથે શિતળા સાતમ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવી હતી, દરેક ઘરોમાં રાંધણ છઠના દિવસે બનાવવામાં આવેલ ભોજન આરોગવામા આવે છે મહિલાઓ નજીકના અંતરે આવેલ શીતળા માતા ના મંદિરે ઘઉંના લોટની કુલેર નો પ્રસાદ ચડાવશે.

અન્ય સમાચારો પણ છે...