ઉજવણી:ભાવનગરમાં ધર્મગુરૂઓના જન્મોત્સવ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉજવણી કરાઈ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઝુલુસ યોજીને દરગાહમાં સામુહિક બંદગી કરવામાં આવી

ભાવનગર શહેરમાં વસતાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા સમાજના ધર્મગુરુઓના જન્મદિન નિમિત્તે આજે ગુરૂવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ધર્મગુરૂ ડોક્ટર સૈયદ મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો 111મો જન્મદિવસ તથા વર્તમાન ધર્મગુરૂ ડો. અલીકદર સેફુદ્દીન સાહેબનો 78મો જન્મદિવસ હોવાથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ઝુલુસ યોજીને દરગાહમાં સામુહિક બંદગી કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર શહેર-જિલ્લામાં વસતાં દાઉદી વ્હોરા સમાજના લોકોના ધર્મગુરૂ ડોક્ટર સૈયદ મહંમદ બુરહાનુદ્દીન સાહેબની 111મા જન્મદિન તથા વર્તમાન ધર્મગુરૂ ડો. અલીકદર સેફુદ્દીન સાહેબની 78મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દાઉદી વ્હોરા સમાજના લોકો અંજુમન બુરહાની જમાત કમિટીની આગેવાનીમાં એકઠા થયા હતા અને શહેરના વિવિધ માર્ગો પર ઝુલુસ કાઢ્યું હતું. આ સિવાય તેમણે દરગાહમાં નમાઝ અદા કરી સામુહિક બંદગી સાથે ધર્મગુરૂની વાઅઝ (કથા) સાંભળી હતી. આ અવસરે દાઉદી વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...