ઉજવણી:આજે નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીની ઉજવણી, ઉપવાસ કરી ચંદ્રદર્શનથી લાભ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદી-જુદી પરેશાનીઓમાંથી મુક્ત થ‌વા માટે કરાતુ વ્રત
  • ગણેશજીના અથર્વશીર્ષ પાઠ,નામાવલી કે ગણેશજી જાપ કરવાનું વિશિષ્ટ મહત્વ, અખંડ દીવા સાથે જાપ કરવા

અગામી તા.23 નવેમ્બરનનાં રોજ કારતક વદ ચોથ મંગળવારે વિ.સં.2078 ની પ્રથમ સંકટ ચતુર્થી શ્રદ્ધા,ભાવ ભક્તિ પૂર્વક મનાવવામાં આવશે. આવા દિવસે વિઘ્નહર્તા(દૂદાળાદેવ) ગણેશજીની પૂજા વિધિવત કરવામાં આવશે.જેનાથી જીવનમાં નાના-મોટી વિધ્ન બાધાઓ સાહજિક રીતે દૂર થતી જોવા મળશે. મંગળવાર નાં દિવસે ગણેશજીના અથર્વશીર્ષ પાઠ,નામાવલી કે ગણેશજી જાપ કરવાનું વિશિષ્ટ મહત્વ છે. જાણીતા જ્યોતિષ આશિષ રાવલ નાં જણાવ્યા અનુસાર ગણેશજીના મંદિરે દર્શન કરવાનું આવા યોગ માં અનેરૂ મહત્વ રહેલું છે.

જે જાતકની જન્મલગ્ન કુંડળી, ચંદ્ર કુંડળીથી મંગળદોષ આવતો હોય તેવા જાતકોએ અવશ્ય આવા દિવસે આખો દિવસ ઉપવાસ રાખી રાત્રે ચન્દ્ર દર્શન કરશે તેમના લાંબા સમયના અટકેલા માંગલિક કાર્યો અવશ્ય થશે. તેમજ જે જાતકોને લાંબા સમયથી કોર્ટ-કચેરીના ધક્કા દુઃખી થતા હોય અને તેની પરેશાનીઓમાં મુક્ત થવા માટે આખો દિવસ અખંડ દીવો રાખવાથી તમારાથી રાહત લાગશે. રાત્રે ચંદ્રોદય સમય 21.05 રહેશે. આમ આવતીકાલે વર્ષની પ્રથમ સંકટ ચોથની ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...