રંગ પર્વ ધૂળેટી આવી રહ્યું છે ત્યારે શરીરને અનેકરીતે હાનિકારક કૃત્રિમ રંગોને બદલે કુદરતી રંગોથી ધૂળેટી ઉજવવી હિતાવહ છે. પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક રંગો બનાવવા માટે ફૂલો, પર્ણો, ફળો અને ફળોની છાલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂલો, પર્ણો, ફળ કે ફળની છાલને છાંયા કે ઓવનમાં સૂકવીને દળવામાં આવે છે. એકદમ બારીક પાવડર માટે તેને ઝીણા કાપડ અથવા ચાળણી વડે ચાળીને મેળવેલા પાવડરને 1:2ના પ્રમાણમાં ચણાના ચોખાના કે અન્ય લોટ સાથે મિશ્રણ કરી તેમાં સુગંધ માટે કોઈપણ સુગંધિત તેલના ટીપા ઉમેરીને કુદરતી રંગ તૈયાર કરવામાં આવે છે.
તૈયાર કરેલા પાવડરમાં કોપરેલ કે તલનું તેલ તથા સુગંધ માટે સુગંધી તેલ ઉમેરીને પેસ્ટ પણ બનાવી શકાય છે. જ્યારે બજારમાં ઉપલબ્ધ કૃત્રિમ રંગોમાં ક્રોમિયમ, સિલિકા, લેડ અને આલ્કાઇલ સામગ્રીનું પ્રમાણ વધારે હોય છે. છેલ્લા કેટલાક વર્ષથી તેમાં કાચના કણો ઉમેરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કૃત્રિમ રંગો લાંબો સમય સુધી ટકે અને ઘેરા રહે તે માટે મેટલ ઓક્સાઇડ મેળવવામાં આવે છે.
આ ઝેરી રસાયણો વાળા રંગ ત્વચાના રોગો, ત્વચામાં બળતરા, ખંજવાળ, ફોડલીઓ થવી, આંખનો ચેપ, કામ ચલાવ અંધત્વ, મૂત્રપિંડની નિષ્ફળતા, એલર્જી, શ્વસનના રોગ, અસ્થમા અને ચામડીના કેન્સર સુધી દોરી જાય છે તેમ ડો. કાશ્મીરા સુતરીયાએ જણાવ્યું છે.
ક્યા ફુલોમાંથી ક્યો રંગ મળે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.