તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મટકી ફોડ, મેળા અને મુવિંગ દ્રશ્યો વગર આજે જન્માષ્ટમીની ઉજવણી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ
  • રાત્રે 12 કલાકે જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતી કાલ તા.30 ઓગસ્ટને સોમવારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. જો કે કોરોનાની ગાઇડલાઇન હજી કાર્યરત હોય મેળા, મૂવિંગ દ્રશ્યો અને મટકી ફોડ વગર ઉજવણી કરવામાં આવશે. જો કે સરકારે રાત્રે 1 વાગ્યા સુધી કર્ફ્યૂમાં એક દિવસ પુરતી મુક્તિ આપી હોય દેવાલયોમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી રાત્રે 12ના ટકોરે કરવામાં આવશે. બીજી બાજુ ભાવનગર સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં બજારો, પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ વધી છે.

જન્માષ્ટમી અને સળંગ 3થી 4 દિવસની રજા મળતા શહેરીજનો મોટી સંખ્યામાં ફરવાની નીકળી ગયા છે. ભાવનગર શહેરમાં આમ તો જન્માષ્ટમીના પર્વે બે-ત્રણ દિવસ અગાઉથી વડવા, શિસ્વાજી સર્કલ, ઘોઘા રોડ સહિતના વિસ્તારોમાં ભગવાની લીલા દર્શાવતા મૂવિંગ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે પણ ગત વર્ષ અને આ વર્ષે પણ કોરોનાને લીધે ક્યાંય મૂવિંગ દ્રશ્યો જોવા મળ્યા નથી. આ જ રીતે રૂવાપરી માતાના મંદિરે મેળો ભરાય છે તે પણ બંધ રખાયો છે.

મટકી ફોડના મોટા શહેર કક્ષાના કાર્યક્રમો પણ બંધ રખાયા છે. બાકી શ્રાવણના સોમવારની સાથે જન્માષ્ટમીનું પર્વ આવતી કાલે હોય ભાવિકોમાં ધર્મોલ્લાસ બેવડાયો છે. બાદના દિવસે તા.31 ઓગસ્ટને ને મંગળવારે''નંદ ઉત્સવ’ની ઉજવણી થશે. જેને ''પારણા નોમ’ પણ કહેવાય છે

અન્ય સમાચારો પણ છે...