તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV કેમેરા ફરજીયાત:ગેરકાયદેસર ભૃણ હત્યા અટકાવવા ક્લિનિકમાં CCTV કેમેરા ફરજીયાત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગરમાં છેલ્લી વસ્તી ગણતરી મુજબ 1000 પુરુષો ની સામે મહિલાઓની સંખ્યા 933 છે. મહિલાઓ ની ઓછી વસ્તી ખરેખર ચિંતાજનક બાબત છે. રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અને તેનો ડેટા 3 મહિના સુધી સાચવી રાખવા માટે ફરજિયાત સૂચના નું પાલન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભાવનગર નાં શહેરી વિસ્તારો માં 903 અને ગ્રામ્ય વિસ્તારોમાં 954 જેટલો લિંગ ગુણોત્તર ગણવામાં આવ્યો છે.

સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ 144 હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉમેશ વ્યાસ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતિય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો