વિશેષ:CBSEમાં હવે પ્રિસ્કૂલથી ધો.2 સુધીનું પ્રથમ સ્ટેજ રહેશે

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી પદ્ધતિ પ્રમાણે CBSEની શાળાઓમાં નવા સત્રથી 5+3+3+4ની પેટર્ન લાગુ કરાશે

સીબીએસઇની નેશનલ કોન્ફરન્સનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા શૈક્ષણિક સત્રથી નવા વર્ષથી સ્કૂલોમાં 5+3+3+4ની પેટર્ન લાગુ કરવામાં આવશે તેવું સીબીએસઇના અધ્યક્ષ નિધિ છિબ્બરે જણાવ્યું હતું. નવી પેર્ટનમાં પ્રી-પ્રાઇમરીનો પણ સીસ્ટમમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે. શહેરમાં આયોજીત સીબીએસઇની નેશનલ કોન્ફરન્સમાં દેશ અને વિદેશની 800થી વધુ સીબીએસઇ સંલગ્ન શાળાઓના આચાર્યો, શિક્ષણવિદો અને બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લીધો હતો.

સીબીએસઇની નેશનલ લેવલની કોન્ફરન્સમાં કોમ્યુનિટી સ્કૂલ પાર્ટનરશિપ, સ્કૂલિંગ વર્સિસ એજ્યુકેશન, ટેક્નોલોજી ફોર એજ્યુકેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વિવિધ વિષયો પર વિચાર કરશે. શિક્ષણમાં, શિક્ષણ સમુદાયોનું નિર્માણ. નેતૃત્વ, સર્જનાત્મક શિક્ષણ અને શિક્ષકોની ક્ષમતા નિર્માણ પર ચર્ચા કરવામાં આવી હતી.

સીબીએસઇના અધ્યક્ષ નિધિ છિબ્બરએ એનઇપી 2020ના ઉદ્દેશ્યોને સાકાર કરવા અને શાળાઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં શાળાના આચાર્યો અને સંચાલકોની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે જાણકારી આપી હતી. ખાસ કરીને આગામી વર્ષથી સીબીએસઇ સ્કૂલોમાં નવા માળખા સાથે સ્કૂલીંગ શરૂ કરવામાં આવશે.

અત્યાર સુધી પ્રી-પ્રાઇમરી સ્કૂલને ગણવામાં આવતી ના હતી પણ હવે 5+3+3+4ની પેટર્નમાં પ્રથમ પાંચ વર્ષ પ્રી-પ્રાઇમરી સ્કૂલોથી શરૂ થશે. ચાર તબક્કામાં શાળાકીય શિક્ષણને વિભાજીત કરવામાં આવ્યું છે. ધોરણ 10 બોર્ડ આગામી સમયમાં નીકળી જાય તેવી શકયતાઓ છે. જોકે આ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આવી હશે 5+3+3+4ની પેટર્ન

  • 5 વર્ષની પેટર્ન : પ્રી-સ્કૂલથી ધોરણ 2 સુધીનું 5 વર્ષનું સેગમેન્ટ રહેશે. જેમાં 3થી 6 વર્ષની ઉંમર સુધી પ્રિસ્કૂલ, જુનીયર, સીનીયર કેજીનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ 6થી 8 વર્ષની ઉંમરે ધોરણ-1 અને ધોરણ-2માં ભણવાનું રહેશે. જેને ફાઉન્ડેશન સ્ટેજ કહેવાશે.
  • 3 વર્ષની પેટર્ન : 8થી 11 વર્ષના વિદ્યાર્થીને ધોરણ 3થી 5માં અભ્યાસ કરવાનો રહેશે. ત્રણ વર્ષના આ સેગમેન્ટને પ્રિપેરાટોરી સ્ટેજ કહેવાશે.
  • 3 વર્ષની પેટર્ન : 11થી 14 વર્ષના વિદ્યાર્થીને ધોરણ 6થી 8માં અભ્યાસ કરવાનો રહેશે. ત્રણ વર્ષના આ એજ્યુકેશન સેગમેન્ટને મિડલ સ્ટેજ કહેવાશે.
  • 4 વર્ષની પેટર્ન : 14થી 18 વર્ષના વિદ્યાર્થીએ ધોરણ 9થી 12નો અભ્યાસ કરવાનો રહેશે. ચાર વર્ષના આ એજ્યુકેશન સેગમેન્ટને સેકન્ડરી સ્ટેજ કહેવાશે.
અન્ય સમાચારો પણ છે...